જાહેરાત/ રાજ્યમાં ઓમિક્રોનના કેસ મામલે શિક્ષણ મંત્રીની જાહેરાત,શાળાઓ બંધ નહી કરાય,પરિપત્ર જાહેર કર્યો

એમિક્રોનના કેસ સામે સ્કૂલો બંધ રાખવાની માગ થઇ રહીં છે. તેને આડકતરીરીતે શિક્ષણ મંત્રીએ ફગાવી દેતા કહ્યું હતુ કે, કોરોના સામે હિંમતથી લડવાનું છે, તકેદારી રાખવાની છે

Top Stories Gujarat
જીતુ વાઘાણીએ

વિશ્વમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના લીધે  દહેશતનો માહોલ ઉભો થયે છે, ભારતમાં પણ ઓમિક્રોનના કેસ ધીમી  ગતિએ આગળ વધી રહ્યા છે. ગુજરાતમાં પણ કેસમાં વધારો થઇ રહ્યો છે. અંદાજિત 14 કેસ ગુજરાતમાં ઓમિક્રોનના મળી આવ્યા છે. જેના લીધે એક માંગ ઉઠી છે કે સ્કૂલો બંધ કરવામાં આવે પરતું આ માંગને પરોક્ષ રીતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ફગાવી દીધી હતી અને તકેદારીના પગલાં ભરવા માટે સૂચન કર્યા.

 ગુજરાતમાં વધતા કોરોના-એમિક્રોનના કેસ સામે સ્કૂલો બંધ રાખવાની માગ થઇ રહીં છે. તેને આડકતરીરીતે શિક્ષણ મંત્રીએ ફગાવી દેતા કહ્યું હતુ કે, કોરોના સામે હિંમતથી લડવાનું છે, તકેદારી રાખવાની છે, સાવધાની રાખવાની છે. કોરોના સામેની તકેદારી રાખવા માટે શિક્ષણ વિભાગે એક પરિપત્ર કરશે. શિક્ષણ મંત્રીના આદેશના પગલે શિક્ષણ વિભાગ રવિવારે પણ ચાલુ રહ્યો હતો અને તાત્કાલિક એક પરિપત્ર જાહેર કરીને શાળાઓ્ને તકેદારી માટે કયાં પગલા ભરવા તેની સૂચના આપી હતી.

સૂચનો
. તમામ સ્ટાફ દ્વારા વેક્સિનના બંન્ને ડોઝ સુનિશ્ચિત કરવું.
 કોઇપણ વિદ્યાર્થીમાં સંક્રમણના લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો વિદ્યાર્થીમાં કોઈપણ પ્રકારનો રોગ દેખાય તો   જિલ્લા શિક્ષણાધિકારીઓને જાણ કરવાની રહેશે.
 વાલીઓએ પણ પરિવારમાં કે બાળકમાં સંક્રમણ જણાય તો શાળાએ મોકલવું નહીં.
 શાળાએ ઓફલાઇનની સાથે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા પણ ચાલુ રાખવાની રહે