Not Set/ ધંધુકામાં એની પ્રતિમા મૂકવાની સમગ્ર માલધારી સમાજની માંગ છે : વિજય સુંવાળા

સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના ચચાણા ગામે વિવિધ પક્ષોના આગેવાનો અને સાધુ સંતો બાદ તાજેતરમાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા વિજય સુંવાળાએ કિશન ભરવાડના પરિવારજનોની મૂલાકાત લઇ એમના પરિવારજનોને સાંત્વના પાઠવી

Gujarat
1 1 ધંધુકામાં એની પ્રતિમા મૂકવાની સમગ્ર માલધારી સમાજની માંગ છે : વિજય સુંવાળા

સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના ચચાણા ગામે વિવિધ પક્ષોના આગેવાનો અને સાધુ સંતો બાદ તાજેતરમાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા વિજય સુંવાળાએ કિશન ભરવાડના પરિવારજનોની મૂલાકાત લઇ એમના પરિવારજનોને સાંત્વના પાઠવ્યા બાદ પત્રકારોની વાતચીતમાં જણાવ્યું હતુ કે, કિશન ભરવાડને શહીદનો દરજ્જો આપી ધંધુકામાં એની પ્રતિમા મૂકવાની સમગ્ર માલધારી સમાજની માંગ છે. એમણે વધુમાં જણાવ્યું હતુ કે, કિશન એક સાચો ગૌ પ્રેમી હતો. હું એને અગાઉ અંગત રીતે બેથી ત્રણ વખત મળેલો છુ. અને આ ઘટનાના પગલે દરેક હિંદુમાં એક ઝુનુન છે કે, હત્યારાને કડકમાં કડક સજા થવી જોઇએ.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચચાણા ગામે ગૃહમંત્રી હર્ષ સંઘવી બાદ ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદિશભાઇ ઠાકોર સહિતનું કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિતના વિવિધ પક્ષના રાજકીય આગેવાનો ચાચણ ગામે દોડી જઇ મૃતક કિશન ભરવાડના પરિવારની મૂલાકાત લઇ સાંત્વના પાઠવી હતી. ત્યારે સામાજિક અને રાજકીય આગેવાનો બાદ સંતો-મહંતોએ આજે ચાચણ ગામે મૃતક કિશન ભરવાડના પરિવારની મુલાકાત લઇ સાંત્વના આપી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ત્યારે થોડા સમય અગાઉ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા કલાકાર વિજય સુંવાળાએ પણ પોતાના સાથીઓ સાથે ચચાણા ગામની મુલાકાત લઇ કિશન ભરવાડના પરિવારજનોને સાંત્વના પાઠવી આ ઘટના અંગે ભારોભાર દુ:ખ પ્રગટ કર્યું હતુ. બાદમાં એમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, કિશન ભરવાડને શહીદનો દરજ્જો આપી ધંધુકામાં એની પ્રતિમા મૂકવાની સમગ્ર માલધારી સમાજની માંગ છે. એમણે વધુમાં જણાવ્યું હતુ કે, કિશન એક સાચો ગૌ પ્રેમી હતો. હું એને અગાઉ અંગત રીતે બેથી ત્રણ વખત મળેલો છુ.

એમણે વધુમાં જણાવ્યું હતુ કે, ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ આ ઘટના બાદ કિશન ભરવાડના પરિવારની મૂલાકાત લઇ દિકરીને ખોળામાં લઇ એના માથા પર હાથ ફેરવી અને દોષિતોને કડકમાં કડક સજા કરવાના સોંગધ લઇને આ કેસની તપાસ તરત જ એટીએસને સોંપી હતી. આ કિશન ભરવાડની હત્યાકેસનો પડઘો ગુજરાતમાં જ નહી પણ સમગ્ર ભારતમાં પડ્યો છે. જ્યારે વિજય સુંવાળાએ એમ કહ્યું કે, કિશન એક સાચો ગૌ પ્રેમી હતો. હું એને અગાઉ અંગત રીતે બેથી ત્રણ વખત મળેલો છુ. તો પત્રકારોએ સવાલ કર્યો હતો કે આ ઘટનાને અઠવાડિયાથી પણ વધારે સમય થયો તો અત્યારે આટલા મોડા તમે કેમ આવ્યા. તો કલાકાર વિજય સુંવાળાએ જણાવ્યું હતુ કે, હું રાજસ્થાન શુટીંગમાં હતો આ ઘટના બાદ મેં તરત જ સોશિયલ મિડીમાં આ ઘટનાનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો. અને હું 10 દિવસનું રાજસ્થાનનું શુટીંગ અડધુ મૂકી 3 દિવસનું શૂટિંગ કરી સીધો અહી આવ્યો છુ. આ ઘટનાના પગલે દરેક હિંદુમાં એક ઝુનુન છે કે, હત્યારાને કડકમાં કડક સજા થવી જોઇએ.