Ahmedabad/ જો વિધાર્થીઓને AMTS અને BRTSમાં મફત મુસાફરીનો લાભ આપવામાં આવે તો..? NSUI એ કરી માંગ

અમદાવાદ કોર્પોરેશનના બજેટમાં વિદ્યાર્થીઓને AMTS અને BRTS માં ફ્રી મુસાફરીની યોજના લાવવામાં આવે તેવી માંગ તીવ્ર બની છે. AMC કમિશનરને આપેલા આવેદનમાં NSUI એ આ માંગણી કરી છે.

Top Stories Gujarat
વિદ્યાર્થીઓને જો વિધાર્થીઓને AMTS અને BRTSમાં મફત મુસાફરી

અમદાવાદ કોર્પોરેશનના બજેટમાં વિદ્યાર્થીઓને AMTS અને BRTS માં ફ્રી મુસાફરીની યોજના લાવવામાં આવે તેવી માંગ તીવ્ર બની છે. AMC કમિશનરને આપેલા આવેદનમાં NSUI એ આ માંગણી કરી છે. NSUI ની માગ છે કે ઘણાં ગરીબ ઘરના વિદ્યાર્થીઓ પાસે બસની મુસાફરીના પણ પૈસા નથી હોતા. જેથી તેમને જો વિનામૂલ્યે બસ મુસાફરીનો લાભ અપાય તો વિદ્યાર્થીઓને રાહત મળે.

  • NSUIની રજૂઆત
  • વિદ્યાર્થીઓ માટે ફ્રી બસ મુસાફરીની માંગ
  • મ્યુન્સિપલ કમિશનરને અપાયું આવેદન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એનએસયુઆઇના સભ્યો દ્વારા તેમજ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેની માંગ હતી કે આવનારા વર્ષમાં કોર્પોરેશનના બજેટમાં વિદ્યાર્થીનીઓને માટે સ્કૂલ તેમજ કોલેજમાં જવા માટે એમપીએસ અને બીઆરટીએસ બસમાં free મુસાફરી આપવામાં આવે.

જેને લઈને આવનારા દિવસમાં કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવતા બજેટમાં આ દરખાસ્તને રજૂ કરવામાં આવે તેમજ જેમ દિલ્હી ની અંદર મેટ્રો ટ્રેનની અંદર દરેક વિદ્યાર્થીનીઓને મહિલાઓને ફ્રીમાં મુસાફરી આપવામાં આવે છે.  તેમજ અમદાવાદના તમામ વિદ્યાર્થીઓને લાભ મળે તે હેતુ સાથે મેયર ઓફિસ માં રજૂઆત કરવામાં આવી હતી.  જેમાં મેયર દ્વારા આ બાબતો પર ચર્ચા કરીને આવનારા દિવસમાં નિર્ણય લેવા માટેની ખાતરી આપી હતી.

World / ગુજરાતથી 60 કિમી દૂર ચીનની કંપનીને મળ્યું અબજો ડોલરનું ‘કાળું સોનું’, કંગાળ પાકિસ્તાન બન્યું માલામાલ 

ગુજરાત / CM ભૂપેન્દ્ર પટેલે બજેટને ‘જાહેર મૈત્રીપૂર્ણ’ ગણાવતા કહ્યું- ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરશે

National / એક વ્યક્તિએ AIMIM નેતા વારિસ પઠાણ પર ફેંકી સ્યાહી, નેતાએ કહ્યું-