Ahmedabad/ પ્રેમનાં પ્રતિક તરીકે ઉજવાતા વેલેન્ટાઈન ડે નાં દિવસે પ્રેમ સંબંધમાં જન્મેલી બાળકી ત્યજી દેનાર નિષ્ઠુર માતા ઝડપાઈ

પોલીસની તપાસમાં સામે આવ્યુ કે બાળકીની માતા 8 મહિનાથી પોતાના પિયરમાં રહેતી હતી ત્યારે ધોળકાનાં ચેતન કોળી નામનાં યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો..જે પ્રેમસંબંધનાં કારણે તે ગર્ભવતી બની હતી

Ahmedabad Gujarat
a 211 પ્રેમનાં પ્રતિક તરીકે ઉજવાતા વેલેન્ટાઈન ડે નાં દિવસે પ્રેમ સંબંધમાં જન્મેલી બાળકી ત્યજી દેનાર નિષ્ઠુર માતા ઝડપાઈ

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદનાં વેજલપુર વિસ્તારમાં આવેલી શ્યામસુંદર સોસાયટીની દિવાલ પાસે પાર્ક કરેલી ગાડીનાં નીચે અજાણી મહિલાએ બાળકી ત્યજી દિધી હોવાની ધટના ત્રણ દિવસ પહેલા સામે આવી હતી. જે મામલે સ્થાનિક વ્યક્તિએ વેજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 14મી ફેબ્રુઆરીનાં દિવસે રાતનાં સમયે આ બાળકી મળી આવતા પોલીસે તાત્કાલીક આસપાસનાં સીસીટીવી ચકાસ્યા હતા. જેમાં પોલીસને એક મહિલા આ બાળકીની લઈને જતી જોવા મળી હતી. પોલીસે વધુ તપાસ કરતા અંતે આ બાળકીને ત્યજી દેનાર નિષ્ઠુર માતાની પોલીસે ધરપકડ કરી છે.

આ પણ વાંચો : પ્રેમ પ્રકરણમાં “તું મારી નઈ તો કોઈની નઈ” ડાયલોગના સર્જાયા દ્રશ્યો, ખેલાયો લોહિયાળ ખેલ

પોલીસની તપાસમાં સામે આવ્યુ કે બાળકીની માતા 8 મહિનાથી પોતાના પિયરમાં રહેતી હતી ત્યારે ધોળકાનાં ચેતન કોળી નામનાં યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.જે પ્રેમસંબંધનાં કારણે તે ગર્ભવતી બની હતી અને વીસનગરની એક હોસ્પિટલમાં 27મી જાન્યુઆરીનાં રોજ આ બાળકીને જન્મ આપ્યો હતો અને પોતાનાં પિયરમાં જતી રહી હતી.મહિલાને પહેલાથી બે બાળકીઓ હતી ત્યારે આ ત્રીજી બાળકી સાસરીમાં લઈ જવાય તેમ નહોતુ અને તે બાળકી અંગે કોઈ ખુલાસા ન હોવાથી તેણે આ બાળકીને વેજલપુર વિસ્તારમાં કાર નીચે મકી દિધી હોવાનું સામે આવ્યુ છે.આ મામલે વેજલપુર પોલીસે ગુનો નોંધી મહિલા તેમજ તેના પ્રેમી ચેતક કોળીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : જુહાપુરામાં બાળકી મળી હોવાની ફરિયાદ કરનાર નિકળ્યો બાળકીનો પિતા, પોલીસે બે આરોપીની કરી ધરપકડ

પોલીસે બન્ને બાળકીઓને તે સમયે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલતા હજુ પણ બાળકીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.ત્યારે આ મામલે આગામી સમયમાં પોલીસ કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી હાથ ધરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ