Cyclone Biparjoy/ 1300 કિ.મી.નું અંતર કાપી આવેલું બિપોરજોય વાવાઝોડું ગુજરાતથી 200 કિ.મી. દૂર

ગુજરાત માટે કટોકટીનો સમય છે. બિપોરજોય વાવાઝોડું હવે ત્રાટકવાની વધુ નજીક પહોંચ્યું છે. દરિયાકાંઠાની નજીક આવવાની સાથે-સાથે વાવાઝોડાની તીવ્રતા પણ સતત વધી રહી છે. વાવાઝોડું અરબ સાગરમાં સર્જાયા પછી ગુજરાત સુધી આવવા માટે તેણે 1,300 કિ.મી.નું અંતર કાપ્યું છે.

Top Stories Gujarat

ગુજરાત માટે કટોકટીનો સમય છે. બિપોરજોય વાવાઝોડું હવે ત્રાટકવાની વધુ નજીક પહોંચ્યું છે. દરિયાકાંઠાની નજીક આવવાની સાથે-સાથે વાવાઝોડાની તીવ્રતા પણ સતત વધી રહી છે. વાવાઝોડું અરબ સાગરમાં સર્જાયા પછી ગુજરાત સુધી આવવા માટે તેણે 1,300 કિ.મી.નું અંતર કાપ્યું છે. વાવાઝોડાનો ઘેરાવો એક ગામ જેટલો નહી પણ મુંબઈ શહેર જેટલો છે. એટલે કે છ હજાર કિ.મી.નો છે.

અરબ સાગરમાં ઉદભવેલું બિપોરજોય વાવાઝોડું હવે અતિગંભીર સ્થિતિમાં આવી ગયું છે. વાવાઝોડું ગુજરાતના દરિયાથી માત્ર 8 કલાક દૂર છે. દર કલાકે બિપરજોય નામની આફત પાંચ કિલોમીટર નજીક આવી રહી છે. ગુજરાતના દરિયાકિનારાથી હાલ 200 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ગુજરાત માટે આજનો દિવસ સૌથી ભારે છે. 6 જુન બાદથી વાવાઝોડાએ ગુજરાત તરફ આવવા માટે 1300 કિમીનું અંતર કાપ્યું છે.

આજે કચ્છમાં બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થશે. જોઈન્ટ ટાયફૂન વોર્નિંગ સેન્ટરના અપડેટ અનુસાર, જૂન 1998 ના ચક્રવાતનો રેકોર્ડ તોડીને અરબી સમુદ્રના ઈતિહાસમાં સૌથી લાંબો સમય ધરાવતું ચક્રવાત બન્યું છે. આ ચક્રવાત અંદાજે 190 કલાકથી અરબ મહાસાગરમાં સક્રિય છે. આ વાવાઝોડાની અત્યંત ચોંકાવનારી માહિતી સામે આવી છે. વાવાઝોડાનો ટ્રેક, તેની ગુજરાત તરફ આવવાની ગતિ અને મુસાફરીને લઈને ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવ્યો. જેમાં જાણવા મળ્યું કે, આ વાવાઝોડાની ઉત્તર-દક્ષિણની લંબાઈ અંદાજે 1900 છી 2000 કિલોમીટરની છે. તો પૂર્વ-પશ્ચિમની લંબાઈ અંદાજે 1350 થી1400 કિમી છે.

વાવાઝોડાનો ઉદય 6 જુનના રોજ કેરળ અને કર્ણાટકની પૂર્વ તરફ થયો હતો. તેના બાદથી આજે 15 જુન સુધી વાવાઝોડાએ 1300 કિમીની સફર કાપી છે. એટલે કે, 1300 કિલોમીટરની સફર કાપીને આજે વાવાઝોડું ગુજરાત પર ત્રાટકવાનું છે. નિષ્ણાતો અનુસાર, અરબ સાગર વધુ ગરમ થઈ રહ્યો છે. જેને કારણે અરબ સાગરમાં વાવાઝોડાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાલ અરબ સાગરમાં વાવાઝોડું છે છતા તેનુ તાપમાન 31 થી 32 ડિગ્રી છે, જે સામાન્યથી એક ડિગ્રી વધારે કહેવાય.

 

આ પણ વાંચોઃ ચક્રવાત/ બિપરજોય વાવાઝોડું અંતરિક્ષથી આવું જોવાય છે,જુઓ વીડિયો

આ પણ વાંચોઃ Manipur/ મણિપુરમાં ફરી ભીડ બેકાબૂ થતા કેબિનેટ મંત્રીનું આવાસ સળગાવ્યું

આ પણ વાંચોઃ નિર્ણય/ હવે CBIએ તમિલનાડુમાં તપાસ માટે લેવી પડશે મંજૂરી, સ્ટાલિન સરકારનો નિર્ણય

આ પણ વાંચોઃ આગ/ કોલકાતા એરપોર્ટ પર આગ લાગતા અફરાતફરીનો માહોલ,ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે

આ પણ વાંચોઃ નિર્ણય/ રાજકોટ એરપોર્ટ પરથી ફલાઇટ ઉડાન નહીં ભરે, ઓથોરિટીએ લીધો નિર્ણય