નિર્ણય/ રાજકોટ એરપોર્ટ પરથી ફલાઇટ ઉડાન નહીં ભરે, ઓથોરિટીએ લીધો નિર્ણય

રાજકોટ એરપોર્ટ ઓથોરિટીનો નિર્ણય, વાવાઝોડાના પગલે આવતીકાલથી ઇન્ડિગો અને એર ઇન્ડિયાની એક પણ ફ્લાઇટ ઉડાન નહીં ભરે

Top Stories Gujarat
8 11 રાજકોટ એરપોર્ટ પરથી ફલાઇટ ઉડાન નહીં ભરે, ઓથોરિટીએ લીધો નિર્ણય

રાજકોટ એરપોર્ટ ઓથોરિટીનો નિર્ણય, વાવાઝોડાના પગલે આવતીકાલથી ઇન્ડિગો અને એર ઇન્ડિયાની એક પણ ફ્લાઇટ ઉડાન નહીં ભરે, રેસ્ક્યૂ ઓપરેશન માટે જ એરપોર્ટખુલ્લુ રહેશે .હાલ ગુજરાતમાં બિપરજોય ચક્રવાત ટકરાવવાની પુરી સંભાવના છે ત્યારે વહિવટી તંત્ર અલર્ટ મોડ પર છે. 37 હજારથી વધુ લોકોનો સ્થળાંતર કરાવી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડા સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય  સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે સાંજે બેઠક યોજી હતી અને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓની તૈયારીઓ વિષે તાગ મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા.

સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૭૪ હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે.રાજ્યમાં અત્યાર સુધીમાં સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જૂનાગઢમાં ૪૬૦૪, કચ્છમાં ૩૪૩૦૦, જામનગરમાં ૧૦૦૦૦, પોરબંદરમાં ૩૪૬૯, દેવભૂમિ દ્વારકામાં ૫૦૩૫, ગીર સોમનાથમાં ૧૬૦૫, મોરબીમાં ૯૨૪૩ અને રાજકોટમાં ૬૦૮૯ એમ કુલ ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૭૪૩૪૫ જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરાંત ફૂડ પેકેટ, વીજ થાંભલાઓ અને પાણી પુરવઠાની પૂરતી તૈયારી પણ કરવામાં આવી છે.