Not Set/ દક્ષિણ ગુજરાત/ અરબી સમુદ્રમાં લોપ્રેશરની સિસ્ટમના કારણે , વરસાદી ઝાપટા પડવાની આગાહી

દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરની સિસ્ટમના કારણે આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે ચાલુ સપ્તાહના અંત અને અગામી સપ્તાહની શરૂઆતમાં લધુત્તમ તાપમાન ઘટશે.  જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે જોકે બે દિવસથી તાપમાનમાં સતત વધારો જોવા […]

Gujarat Surat
rain દક્ષિણ ગુજરાત/ અરબી સમુદ્રમાં લોપ્રેશરની સિસ્ટમના કારણે , વરસાદી ઝાપટા પડવાની આગાહી

દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરની સિસ્ટમના કારણે આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

જ્યારે ચાલુ સપ્તાહના અંત અને અગામી સપ્તાહની શરૂઆતમાં લધુત્તમ તાપમાન ઘટશે.  જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે જોકે બે દિવસથી તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.  રાત્રે અને વહેલી સવારે ઠંડીના બદલે ગરમી અનુભવાઇ રહી છે.  વાત કરીએ ગતરોજ શહેરનું મહતમ તાપમાન 33.8 ડિગ્રી સેલ્શિયમ અને લધુત્તમ તાપમાન 24.4 ડિગ્રી સેલ્શિયમ નોંધાયું હતું.  હવામાં ભેજનું પ્રમાણ 52 ટકા પવનની ઝડપ પ્રતિ કલાક 4 કિલોમીટર રહી હતી.  તો બીજી બાજુ આજ રોજ અરબી સમુદ્રમાં લો પ્રેશરની સિસ્ટમના કારણે આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે .

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં છૂટોછવાયો વરસાદ આગાહી છે. વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ સાથે હલકો પવન વહી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.