Not Set/ મહિલા ઉત્થાન માટે આ દીકરીએ શરૂ કર્યું અનોખુ અભિયાન, જાણો કેવી છે કામગીરી

પ્રિયંકાએ એક દિવસ વહેલી સવારે દીકરીઓને રસ્તા પર દોડતી જોઈ, અને બસ તે સમયે જ નક્કી કર્યું કે દરેક ધર્મ, સમાજની ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓને તે વિનામૂલ્યે પોલીસ ભરતીની તૈયારી કરાવશે.

Top Stories Gujarat
યોગ 1 મહિલા ઉત્થાન માટે આ દીકરીએ શરૂ કર્યું અનોખુ અભિયાન, જાણો કેવી છે કામગીરી

રાજ્યનાં લાખો યુવક યુવતીઓ પોલીસ વિભાગમાં ભરતી થવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.  150થી વધુ દીકરીઓ દોડની પરીક્ષામાં પાસ થઈ છે. ત્યારે ગરીબ વર્ગની યુવતીઓને યોગ્ય માર્ગદર્શન મળે તે માટે એક દીકરીએ વિશેષ અભિયાન ઉપાડ્યું છે. આ દીકરીએ શરૂ કર્યું છે અનોખું મામાનું ઘર.

  • પ્રિયંકા ચૌહાણની સહરાનીય કામગીરી.
  • વર્ષોથી મહિલા ઉત્થાન માટે કરે છે કામગીરી
  • અંહી મળે છે મામા ના ઘર જેવી સુવિધા
  • 50 જેટલી દીકરીઓને રહેવા જમવાની સુવિધા

પાલનપુરમાં રહેતી પ્રિયંકા ચૌહાણ છેલ્લાં કેટલાંક વર્ષોથી મહિલા ઉત્થાન માટે વુમનસકેર ફાઉન્ડેશન નામે મહિલાઓ માટે અનેકવિધ સેવાકીય કાર્યો કરે છે. તાજેતરમાં ચાલી રહેલી પોલીસ ભરતીની તૈયારી માટે લાખો યુવક યુવતીઓએ ફોર્મ ભર્યા છે.  પ્રિયંકાએ એક દિવસ વહેલી સવારે દીકરીઓને રસ્તા પર દોડતી જોઈ, અને બસ તે સમયે જ નક્કી કર્યું કે દરેક ધર્મ, સમાજની ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓને તે વિનામૂલ્યે પોલીસ ભરતીની તૈયારી કરાવશે.

પ્રિયંકાબેન આટલેથી ના અટક્યા, તેમણે જોયું કે ઉતર ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલી આ દીકરીઓના રહેવા, જમવા અને કોચિંગની પણ તેમની પાસે પૂરતી વ્યવસ્થા નથી. તેથી તેમણે આવી દીકરીઓને મામાના ઘર જેવી જ ઉત્તમ સુવિધા પૂરી પાડવા મામાનું ઘર નામે  એક હોસ્ટેલ શરૂ કરી. જ્યાં દાતાઓના સહયોગથી આજે 50 જેટલી દીકરીઓને રહેવા,જમવા તેમજ કોચિંગ સહિતની સુવિધાઓ એક જ સ્થળે આપવામાં આવી રહી છે. તેમજ અહીં જુદા જુદા વિષયનાં નિષ્ણાત શિક્ષકો દ્વારા પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની લેખિત પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે.

વર્તમાન સમયમાં જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ અને હોસ્ટેલ પાછળ વિધાર્થીઓને મસમોટી રકમ ખર્ચ કરવી પડે છે,ત્યારે ગરીબ વર્ગની જરૂરિયાતમંદ દિકરીઓનું ખાખીનું સ્વપ્ન સાકાર કરવા પ્રિયંકાબેન સાચા અર્થમાં સંકટ સમયની સાંકળરૂપ ભૂમિકા નિભાવી રહ્યા છે.

ગરુડ પુરાણ /  ગરુડ પુરાણમાં અનેક નરકોનો ઉલ્લેખ છે, જાણો ક્યા કર્મ માટે મળે છે કેવી સજા

આસ્થા / ભાગ્યશાળી લોકોની આંગળીઓ પર હોય છે આ ખાસ નિશાન, નામની સાથે ખ્યાતિ પણ મેળવે છે

Life Management / સર્કસમાં હાથીઓને પાતળા દોરડાથી બાંધવામાં આવ્યા હતા, તે આશ્ચર્યજનક હતું…કારણ જાણીને બધા ચોંકી ગયા

આસ્થા / 2 થી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે ગુપ્ત નવરાત્રિ, 19 વર્ષ બાદ રચાશે સૂર્ય-શનિનો વિશેષ યોગ, મળશે ગુપ્ત સિદ્ધિઓ