Not Set/ ઇસરવા ગામના ભાગેલા યુવક યુવતીએ વાઇરલ કરેલાં વીડીયોનું તથ્ય શું છે,અહીં જાણો

કાંકરેજ, કાંકરેજ તાલુકાના ઈસરવા ગામમાં એક યુવક અને યુવતી ભાગી જવાના મામલે અનેક નવા વળાંકો આવી રહ્યાં છે.આ ગામના અર્જુન પ્રજાપતિ અને સોનલ દેસાઇ નામના યુવક યુવતીએ તેમના પરિવાર છોડીને ભાગી જઇને એક વીડીયો ક્લીપ બનાવી હતી.આ વીડીયો ક્લીપમાં બે જણા લગ્ન કરી ચુકેલા હોવાનું જણાવી રહ્યાં હતા.અર્જુન અને સોનલે બનાવેલ આ વીડીયો વાઇરલ પણ […]

Gujarat Others
hsdkosa 2 ઇસરવા ગામના ભાગેલા યુવક યુવતીએ વાઇરલ કરેલાં વીડીયોનું તથ્ય શું છે,અહીં જાણો

કાંકરેજ,

કાંકરેજ તાલુકાના ઈસરવા ગામમાં એક યુવક અને યુવતી ભાગી જવાના મામલે અનેક નવા વળાંકો આવી રહ્યાં છે.આ ગામના અર્જુન પ્રજાપતિ અને સોનલ દેસાઇ નામના યુવક યુવતીએ તેમના પરિવાર છોડીને ભાગી જઇને એક વીડીયો ક્લીપ બનાવી હતી.આ વીડીયો ક્લીપમાં બે જણા લગ્ન કરી ચુકેલા હોવાનું જણાવી રહ્યાં હતા.અર્જુન અને સોનલે બનાવેલ આ વીડીયો વાઇરલ પણ થયો હતો.

ઈસરવા ગામના પસાભાઈ રામાભાઇ રબારીની દીકરી સોનલ અને તે ગામના મનજીભાઈ કાળાભાઈ પ્રજાપતિના પુત્ર અર્જુને થોડા દિવસો  પહેલાં ગામમાંથી ભાગી ગયા હતાં.ગ્રામજનોએ આ બંનેની શોધખોળ કરી હતી પરંતું હજી સુધી તેમનો પતો  મળ્યો નથી.

જો કે અર્જુન અને સોનલનો એક વીડીયો વાઇરલ થયો હતો.આ વીડિયોમાં અર્જુન દ્રારા કહેવામાં આવ્યું છે કે મારા  પિતાજી પ્રજાપતિ મનજીભાઈ કાળાભાઈ અને મારા પરિવારને હેરાન-પરેશાન સાથે ધાક ધમકી આપવામાં આવે છે અને મારા કુટુંબીને જીવનું જોખમ છે.

જો કે આ વીડીયો અંગે સમગ્ર ગ્રામજનોએ એક થઈ કહ્યું કે વાયરલ થયેલ વિડિયો  ખોટો છે.ભાગી ગયેલ યુવક યુવતી ગામમાં અને પરિવારમાં અશાન્તિ ફેલાય તે માટે સોશિયલ મીડિયામાં ખોટો વિડિયો વાયરલ કરેલ છે.

આ બાબતે અર્જુન ના પિતા પ્રજાપતિ મનજીભાઈ અને તેમના ધર્મ પત્ની જમુબેન પ્રજાપતિએ જણાવ્યું કે મારા પુત્રએ જે વિડીયો મૂક્યો છે તે સાવ ખોટો છે. અમો સુખ-શાંતિ હાલતમાં રહીએ છીએ અને અમને કોઈ પણ જાતની તકલીફ નથી અને બંને જણા ભાગીને અમને બદનામ કરી રહ્યા છે.

તો આ બાબતે સોનલના પિતા પસાભાઈ દેસાઈએ જણાવ્યું કે અમારા અમારી પુત્રીની શોધખોળ કરી રહ્યા છીએ. અમો પોલીસ સ્ટેશનમાં પણ  અરજી આપી છે. ગ્રામજનોએ પણ અમને પૂરતો સહકાર આપ્યો છે.ગામમાં શાંતિનું વાતાવરણ છે આથી દીકરી સોનલ ઝડપી ઘરે આવે તેવા અમારા પ્રયત્નો છે.હું કુટુંબીને દોષ આપતો નથી મારા કરમને દોષ આપું છું.

આ બાબતે ગામના સરપંચ ભુદરજી સેધાજી રોળિયાએ જણાવ્યું કે  અમો ગામમાં રહીએ છીએ વાયરલ થયેલ વિડિયો ભાગેલા યુવક યુવતીએ ઝઘડો કરાવવા માટે વાયરલ કરેલ છે પરંતુ અમારું ગામ ખુબ સમજું ગામ છે  જેનાથી અમારા ગામમાં ગ્રામજનોએ શાંતિ રાખી છે અને આ બંને જણાંને  ઝડપમાં ઝડપી લાવવવામાં તેઓ સહકાર આપી રહ્યાં છે અને સહુ ગ્રામજનો એક સે અને એક રહેશે તેઓ મને વિશ્વાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.