Not Set/ મોરારીબાપુનું નામ લેતા જ વિધાનસભામાં કેમ થઇ ગયો હોબાળો,અહીં જાણો

ગુજરાત વિધાનસભાના સત્રમાં આજે અનાજના કાળા બજારનો મુદ્દો ઉઠ્યો હતો. વિધાનસભામાં અનાજના કાળા બજાર કરતા વેપારીઓ પર કેટલી રેડ કરવામાં આવી અને કેટલો દંડ વસૂલવામાં આવ્યો તેના આંકડાઓ ગૃહમાં રજુ કરવામાં આવ્યા હતા. છેલ્લા 2 વર્ષમાં બ્લેક માર્કેટ કરતા વેપારીઓ પર 17,584 રેડ પાડવામાં આવી છે, અને ત્યાંથી રૂપિયા 4,45,68, 578 રૂપિયાનો ગેરકાયદેસર પુરવઠો જપ્ત […]

Top Stories Ahmedabad Gujarat
hsdkosa 1 મોરારીબાપુનું નામ લેતા જ વિધાનસભામાં કેમ થઇ ગયો હોબાળો,અહીં જાણો

ગુજરાત વિધાનસભાના સત્રમાં આજે અનાજના કાળા બજારનો મુદ્દો ઉઠ્યો હતો. વિધાનસભામાં અનાજના કાળા બજાર કરતા વેપારીઓ પર કેટલી રેડ કરવામાં આવી અને કેટલો દંડ વસૂલવામાં આવ્યો તેના આંકડાઓ ગૃહમાં રજુ કરવામાં આવ્યા હતા.

છેલ્લા 2 વર્ષમાં બ્લેક માર્કેટ કરતા વેપારીઓ પર 17,584 રેડ પાડવામાં આવી છે, અને ત્યાંથી રૂપિયા 4,45,68, 578 રૂપિયાનો ગેરકાયદેસર પુરવઠો જપ્ત કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે.

સરકારે અનાજના કાળા બજાર કરતા વેપારીઓ પાસેથી રૂ. 2,31,17,043 દંડ વસુલ કર્યો હોવાનું સામે આવ્યું હતું. જો કે કાયદાકીય પગલાની વાત કરવામાં આવે તો માત્ર 7 કેસમાંજ પીબીએમ એક્ટ હેઠળ કાળા બજારી અટકાવવા પગલાં લેવામાં આવ્યા છે.

રાજ્યમાં સુરેન્દ્રનગર, ભરૂચ, બનાસકાંઠા, સાબરકાંઠા જેવા જિલ્લાઓ કાળા બજારના મુખ્ય કેન્દ્રો હોવાનું સામે આવ્યું.

અનાજના કાળા બજાર મુદ્દે આજે વિધાનસભા ગૃહમાં બન્ને પક્ષો વચ્ચે હોબાળો મચ્યો હતો. આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે મોરારી બાપુના નામનો ઉલ્લેખ કરીને તેઓ દ્વ્રારા પણ ખોટી રીતે અનાજ લઇ જતું હોવાનો આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસે સોમવારે ગૃહમાં જણાવ્યું હતું કે, મોરારી બાપુના નામે ખોટુ અનાજ લઈ જવાતું હોવાનો આક્ષેપ લાગ્યો છે. કોંગ્રેસે જેવો મોરારી બાપુના નામનો ઉલ્લેખ કરતાની સાથે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના BJPના સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો.

બંને પક્ષના સભ્યોએ ગૃહમાં સામ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.