Not Set/ રાજ્યમાં ઠંડીનો કહેર યથાવત, અહી લઘુત્તમ તાપમાન રહ્યુ 9 ડિગ્રી, જાણો

રાજ્યમાં સતત વાતાવરણ બદલાઇ રહ્યુ છે. ઠંડીનો કહેર એવો પડી રહ્યો છે કે રાત્રીનાં સમયે નિકળતા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. જે લોકો રાત્રે એકઠા થાય છે તે પણ તાપણી કરતા અને ઠંડીમાં ઠઠરતા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ત્યારે કહેર વર્તાવતી ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રો […]

Top Stories Gujarat Others
Cool Season રાજ્યમાં ઠંડીનો કહેર યથાવત, અહી લઘુત્તમ તાપમાન રહ્યુ 9 ડિગ્રી, જાણો

રાજ્યમાં સતત વાતાવરણ બદલાઇ રહ્યુ છે. ઠંડીનો કહેર એવો પડી રહ્યો છે કે રાત્રીનાં સમયે નિકળતા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. જે લોકો રાત્રે એકઠા થાય છે તે પણ તાપણી કરતા અને ઠંડીમાં ઠઠરતા જોવા મળી રહ્યા છે.

ગુજરાતમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ત્યારે કહેર વર્તાવતી ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રો પહેરીને ઘરની બહાર નિકળી રહ્યા છે. ઠંડીની સાથે રાજ્યનાં ઘણા વિસ્તારોમાં પવન ફણ ફૂંકાઇ રહ્યા છે. જેને ઠંડીમાં વધારો કરી દીધો છે. જો કે રાજ્યનાં શહેરીજનો સવારે કસરત કરતા નિકળ્યા હતા. આપને જણાવી દઇએ કે, રાજ્યનાં અમદાવાદ શહેરમાં 12.9 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે ગાંધીનગરમાં તાપમાન 11.8 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે રાજ્યનો સૌથી ઠંડો વિસ્તાર નલિયા કે જ્યા 9.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

રાજ્યનાં શહેરનું તાપમાન

સુરતમાં 17.2 ડિગ્રી નોંધાયુ તાપમાન. જ્યારે રાજકોટમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. વળી રાજ્યનાં પાટનગરમાં આ તાપમાન 11.8 ડિગ્રી નોંધાયુ છે. ત્યારે અમદાવાદમાં 12.9 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી નોંધાયુ છે.

ખાસ કરીને સુરતનાં શહેરીજનોની વાત કરીએ તો અહી લોકો મોટી સંખ્યામાં કસરત કરતા જોવા મળી રહ્યા છે. જીમમાં લોકો કસરત કરતા પોતાના શરીરને તંદુરસ્ત રાખવા માટે આવતા જોવા મળી રહ્યા છે. કસરતને લઇને સજાગતા સુરતવાસીઓમાં સ્પષ્ટપણ દેખાઇ રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.