Not Set/ મુખ્યમંત્રીએ આપી કર્મચારીઓ અને પેન્શર્સને આકર્ષક ભેટ : જાણો શું આપ્યું છે ખાસ

ગુજરાત સરકારના કર્રચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા ૧૨૧૭.૪૪ કરોડનું નાણાકીય ભારણ વધશે.

Top Stories Gujarat Business
ગુજરાત

આજે ગુજરાત સ્થાપના દિવસ છે. ગુજરાત અને દરેક ગુજરાતી માટે વિશેષ ખુશી અને ઉજવણીનો દિવસ. ત્યારે ગુજરાત સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે આજના દિવસની ખુશી બમણી થઇ ગઈ છે. કારણકે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા-૦૧-૦૭-૨૦૨૧થી ૩ ટકાનો વધારો આપવાની જાહેરાત કરી છે. જાણે ગુજરાત દિવસની ભેટ આપી હોય એવું લાગે છે.

વધુ વિગત અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગૌરવ દિવસે રાજ્ય સરકારના કર્મચારીઓ તથા નિવૃત કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને આ લાભ મળશે. તા-૦૧-૦૭-૨૦૨૧થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો દસ મહિનાનો તફાવત બે હપ્તામાં ચૂકવાશેઃ પ્રથમ હપ્તો મે-૨૦૨૨ અને બીજો હપ્તો જૂન-૨૦૨૨ના પગાર સાથે અપાશે. ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તા-૦૧-૦૭-૨૦૨૧ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.

સરકારના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે તા-૦૧-૦૭-૨૦૨૧ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકા વધારાથી જે દસ મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે બે હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે તદઅનુસાર પ્રથમ હપ્તો મે-૨૦૨૨ના પગાર સાથે અને બીજો હપ્તો જૂન-૨૦૨૨ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા ૧૨૧૭.૪૪ કરોડનું નાણાકીય ભારણ વધશે.

આ પણ વાંચો :  ગુજરાતને અલગ રાજ્ય નો દરજ્જો અપાવવા ઇન્દુચાચાએ ચલાવી હતી મહાગુજરાત ચળવળ,જાણો ઇતિહાસ