Not Set/ તંત્રના દાવા વચ્ચે કચ્છમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો તળિયાઝાટક

ગઈકાલે પૂર્વ કચ્છનાં લોકોને અંજાર સીએચસીમાંથી ઇન્જેક્શન મળશે તેવી જાહેરાત પ્રભારી સચિવે કરી હતી જોકે,આજે સવારથી ભુજની જી કે.જનરલ હોસ્પિટલમાં ઇન્જેક્શનનો જથ્થો નથી ભુજમાં રેમડેસિવિરનો જથ્થો ન હોવાથી દર્દીઓ પરેશાન  બની રહ્યા છે

Gujarat Others Trending
Untitled 309 તંત્રના દાવા વચ્ચે કચ્છમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો તળિયાઝાટક
  • પ્રભારી સચિવની જાહેરાત વચ્ચે કચ્છમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો તળિયાઝાટક
  • ગઈકાલે પૂર્વ કચ્છનાં લોકોને અંજાર સીએચસીમાંથી ઇન્જેક્શન મળશે તેવી કરી હતી જાહેરાત
  • જોકે,આજે સવારથી ભુજની જી કે.જનરલ હોસ્પિટલમાં પણ જથ્થો નહિ
  • ભુજમાં જથ્થો ન હોવાથી દર્દીઓ પરેશાન બન્યા
  • અવ્યવસ્થા ન સર્જાય એ માટે પોલીસ ખડકી દેવાઈ

ક્ચ્છને આજે સરકાર તરફથી રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો ન મળતા વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. દર્દીઓના સગાઓ ઇન્જેક્શન લેવા ભુજ આવ્યા પણ જથ્થો ન હોવાથી વિતરણ થઈ શક્યું ન હતું. બીજી તરફ અવ્યવવસ્થા ટાળવા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.

ગઈકાલે પ્રભારી સચિવ જે.પી.ગુપ્તાની જાહેરાત વચ્ચે કચ્છમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો તળિયાઝાટક થયો છે.  ગઈકાલે પૂર્વ કચ્છનાં લોકોને અંજાર સીએચસીમાંથી ઇન્જેક્શન મળશે તેવી જાહેરાત પ્રભારી સચિવે કરી હતી જોકે,આજે સવારથી ભુજની જી કે.જનરલ હોસ્પિટલમાં ઇન્જેક્શનનો જથ્થો નથી ભુજમાં રેમડેસિવિરનો જથ્થો ન હોવાથી દર્દીઓ પરેશાન  બની રહ્યા છે બીજી તરફ લોકોના રોષનું ભોગ ન બનવું પડે એ માટે અવ્યવસ્થા ટાળવા પોલીસ ખડકી દેવાઈ હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સતત કોરોના કેસ બિહામણું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા સબસલામતના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ રાજ્યમાં ઠેરઠેર હોસ્પિટલોમાં દવા અને ઇન્જેક્શનનો જથ્થો ખૂટી પડ્યો છે. લોકોને પૈસા ખર્ચતા પણ કળા બજારમાં ન પોતાના   દવા ઇન્જેક્શનની વ્યવસ્થા કરી શકવાને અસમર્થ છે.