Crime/ જમીન વિવાદમાં ઘુમા કબીર આશ્રમના મહંત અપહરણ કેસમાં આટલા આરોપીની ધરપકડ

મહંતનુ અપહરણ કરી 4 કલાક ગોંધી રાખનાર આરોપીઓ મહંતને કલ્હાર બંગોલમાં કેવલ પટેલના ઘરે લઈ ગયા હતા. જેની પોલીસે પુછપરછ હાથ ધરી છે.

Ahmedabad Top Stories Gujarat
શિવજી 5 જમીન વિવાદમાં ઘુમા કબીર આશ્રમના મહંત અપહરણ કેસમાં આટલા આરોપીની ધરપકડ

@રવિ ભાવસાર મંતવ્ય ન્યૂઝ અમદાવાદ

  • 7 આરોપી ની પોલીસે કરી ધરપકડ
  • ઘુમામાં  કરોડો ના જમીન વિવાદનો મામલો
  • કબીર મંદિરના મહંતનો અપહરણ બાદ છુટકારો
  • મહંતની તબીબી તપાસમાં કોરોના રિપોર્ટ પોઝિટીવ
  • બિહાર પોલીસને નામે અપહરણ

જમીનના ભાવ આસમાને પહોંચતા ભૂમાફિયાઓ નો ત્રાસ વધી ગયો છે. જેથી સરકારે પણ નવો કાયદો અમલી બનાવ્યો છે. તેવામાં જ ઘુમા ગામની કરોડોની જમીન મામલે મહંતનુ અપહરણ કરવામાં આવ્યુ અને પોલીસે ગણતરીના કલાકોમાં 7 આરોપીની ધરપકડ કરી છે. જેમાં જમીન દલાલ, રૂપિયા રોકાણ કરનાર સહિત 7 આરોપીને પોલીસે ઝડપ્યા છે. જોકે અન્ય ફરાર 3 આરોપી ની પોલીસે શોધખોળ હાથ ધરી છે. મહત્વનુ છે કે આરોપી પોલીસની ઓળખ આપી મહંતનુ અપહરણ કરવામા આવ્યુ હતું.

Gujarat / કોરોનાકાળમાં રાજ્ય સરકારે લોકો પાસેથી વસુલ્યો અધધધ 1.16 અબજન…

#finance / વર્ષ 2021 : RBI સમક્ષ લાવશે આ 4 નવા પડકારો, કરવામાં આવશે આવી…

Covid-19 / દેશમાં રિકવરી રેટનાં ગ્રાફમાં વધારો, છેલ્લા 24 કલાકમાં જાણો …

ઘુમા ગામમાં આવેલા કબીર મંદિરમાં 44 વર્ષથી મહંત પદે કૃપાલ ચરણ ગોસ્વામી છે. જે મહંતની દેખરેખ ધુમા ગામના લોકો રાખી રહ્યા છે. પણ ઘુમા ગામના સ્થાનિકોનુ કહેવુ છે કે,  છેલ્લા પાંચ વર્ષથી ભુમાફિયાઓ મંદિરની કરોડો રૂપિયાની જમીન પડાવી પાડવા મહંતને ખોટી રીતે હેરાન કરી ધાકધમકીઓ આપી રહ્યા છે.. એટલું જ નહીં મહંતની જમીન સસ્તા ભાવે વેચવાનું કહી સોશિયલ મીડિયા પર લખાણ લખી વાયરલ કરી રહ્યા છે.  જોકે અગાઉ જમીન ખોટા ડોક્યુમેન્ટ બનાવવા મામલે મહંત દ્વારા બે જેટલી ફરિયાદો કરવામાં આવી છે. તેવામાં ગત સાંજે મહંતનુ 3 લોકો પોલીસની ઓળખ આપી ગાડીમાં અપહરણ કર્યુ હતુ.  જે મામલે બોપલ પોલીસે ગુનો નોંધી 7 આરોપીની ધરપકડ કરી છે.

કબીર આશ્રમના મહંત કૃપાલ શરણ સ્વામીનું અપહરણ, પોલીસે ગણતરીની કલાકોમાં શોધી કાઢ્યા | Gujarat News in Gujarati

આશરે 2000 કરોડની જમીનના માલિક અને કબીર મંદિરના ગાદીપતિનુ અપહરણ થતા ગ્રામ્ય પોલીસ દોડતી થઈ હતી. સીસીટીવી તપાસ કરતા અપહરણ ની ઘટના પ્રકાશમા આવી હતી. જેની તપાસ કરતા અપહરણના 4 કલાક બાદ મંહત હેમખેમ પોલીસ મથકે પહોચ્યા ત્યાં પહોચી મહંતે એક ગાડીનો નંબર પોલીસને જણાવ્યો GJ 01 TB 0707 આ નંબરનો તપાસ કરતા જમીન દલાલ અને આરોપી જિગ્નેશ શાહ સુધી પોલીસ પહોંચી હતી. તેની પુછપરછમાં સામે આવ્યુ કે જંયતિભાઈ ગોહિલે રૂપિયા રોકી અને રઘુવિર જાડેજાના નામે બનાવટી બનાખત કરાવ્યુ હતુ.  જેનો દસ્તાવેજ કરવા માટે જિગ્નેશે મહંતને લઈ આવવા માટે ઈશાન પટેલના માધ્યમથી અજય પાટીલ, દેવેન્દ્ર ચોરસિયા અને નીકુલ નાયક કે જે તમામ ફરાર છે. તેઓએ અપહરણ કર્યુ હતુ.  ઉપરાંત અન્ય બે આરોપી કે જેમની સંડોવણી સામે આવતા પોલીસે  રૂડાભાઈ ભરવાડ અને મનોજ ભરવાડની ધરપકડ કરી છે.

Maharaj case of Kabir Panth in Bopal 7 accused arrested identified by Bihar police Ahmedabad ap– News18 Gujarati

મહંતનુ અપહરણ કરી 4 કલાક ગોંધી રાખનાર આરોપીઓ મહંતને કલ્હાર બંગોલમાં કેવલ પટેલના ઘરે લઈ ગયા હતા. જેની પોલીસે પુછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત કરોડોની જમીન પચાવી લેવા માટે કારસો રચનાર ગેંગ પાછળ કોઈ અન્ય આપોરીની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉપરાંત આ ઝડપાયેલા આરોપીને જમીનના દસ્તાવેજ બાદ શુ લાભ મળવાનો હતો અને કોના થકી મળવાનો હતો તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

Maharaj case of Kabir Panth in Bopal 7 accused arrested identified by Bihar police Ahmedabad ap– News18 Gujarati

આ કેસમાં પોલીસ તટસ્થાથી તપાસ કરે તો અનેક મોટા માથાના નામ બહાર આવી શકે તેમ છે. હાલમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટબહાર પાડ્યો છે. તે પણ આ કેસમાં કદાચ લાગુ પડી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…