Cricket/ ક્રિકેટ પ્રેમીઓ આનંદો..!! 2022થી અમદાવાદની ટીમ પણ IPLમાં રમે તેવી શક્યતા

ગુજરાતમાં ક્રિકેટનાં રસીકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવે આઈપીએલ માં અમદાવાદની ટીમ પણ જોવા મળે તેવી શક્યાતાઓ છે. …

Top Stories Sports
zzas 132 ક્રિકેટ પ્રેમીઓ આનંદો..!! 2022થી અમદાવાદની ટીમ પણ IPLમાં રમે તેવી શક્યતા

IPLમાં 2022ની મેચમાં 10 ટીમો રમશે
હાલમાં IPLની 8 ટીમો રમે છે
અમદાવાદની ટીમ પણ IPLમાં રમે તેવી શક્યતા
BCCIની બેઠકમાં IPL ની 2 ટિમ વધારવાનો નિર્ણય
23 મુદ્દાઓ પર બેઠકમાં કરાઈ ચર્ચા
RPG નામની એક ટિમ પણ જોડાઈ શકે છે IPL માં
ઓલમ્પિકમાં ક્રિકેટ રમતને સ્થાન મળે તે માટે BCCI નો ટેકો
વર્ષ 2028 ની ઓલમ્પિકમાં ક્રિકેટનો થઇ શકે છે સમાવેશ
કોરોનાને પગલે ક્રિકેટરોને થયેલ નુકસાનને BCCI મદદ કરશે
અજિત અગરકર બની શકે છે અમદાવાદની ટીમના કોચ:સૂત્ર

ગુજરાતમાં ક્રિકેટનાં રસીકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવે આઈપીએલ માં અમદાવાદની ટીમ પણ જોવા મળે તેવી શક્યાતાઓ છે.

બીસીસીઆઈ એજીએમ તરફથી અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, આઈસીએલમાં દસ ટીમોનો સમાવેશ કરવાના નિર્ણયને બીસીસીઆઈએ મંજૂરી આપી દીધી છે. આઈપીએલ 2022 થી દસ ટીમો જોડાશે. એટલે કે, આઈપીએલ 2021 માં આઠ ટીમો રમતી જોવા મળશે. આ રીતે, આઈપીએલ 2022 માં ક્રિકેટનો રોમાંચ વધતો જોવા મળશે. જો કે આવી સંભાવના પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે આઈપીએલ 2022 માં દસ ટીમો હોઈ શકે છે. અગાઉ આવતા વર્ષે એટલે કે આઈપીએલ 2021 માં ટીમો સામેલ કરવાની વાત થઈ હતી, પરંતુ આવતા વર્ષે આઈપીએલમાં વધારે સમય બાકી નથી, તેથી તે વર્ષ 2022 માટે મુલતવી રાખવામાં આવ્યું છે.

જો કે, હજી નવી જાણકારી મળી નથી કે આ બે નવી ટીમો ક્યાંથી હશે. જો કે અમદાવાદનો દાવો સૌથી મજબૂત માનવામાં આવે છે. આ સાથે જ લખનઉ, કાનપુર અને પુણેની ટીમો પણ સામેલ થવાનુ સામે આવી રહ્યુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અદાણી ગ્રુપ અને સંજીવ ગોયન્કા ગ્રુપ ટીમો સૌથી મોટા દાવેદાર છે. આ સાથે, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઈઓસી) ની કેટલીક સ્પષ્ટતા પછી, બીસીસીઆઈ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ની 2028 ઓલિમ્પિકમાં ક્રિકેટને સમાવવા માટેની કવાયતને સમર્થન આપશે, બીસીસીઆઈનાં સૂત્રોનાં અવતરણથી પણ આ સમાચાર સામે આવી રહ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે

Marathon / પાંચ મહિનાની ગર્ભવતી મહિલાએ TCS વર્લ્ડ 10 બેંગ્લોર રેસ 62 મિ…

Cricket / ગાવાસ્કરે ઈશારામાં કરી મોટી વાત, તો શું ખરેખર ટીમ ઈન્ડિયામાં…

IPL 2020 / CSK ની નજર હવે વિકેટકીપર બેટ્સમેન પર, સ્ટીફન ફ્લેમિંગે કર્યો…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો