પરીક્ષણ/ ઉત્તર કોરિયાએ હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું,અમેરિકાએ કરી આકરી ટીકા

અમેરિકાએ ઉત્તર કોરિયાના મિસાઈલ પ્રક્ષેપણને આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ‘ખતરો’ ગણાવ્યો છે. તેણે દક્ષિણ કોરિયા અને જાપાનના સંરક્ષણ માટે પણ પ્રતિબદ્ધતા દર્શાવી છે

Top Stories World
south ઉત્તર કોરિયાએ હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું,અમેરિકાએ કરી આકરી ટીકા

ઉત્તર કોરિયાએ હવે હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. મંગળવારે ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. ઉત્તર કોરિયાના રાજ્ય મીડિયાએ બુધવારે જણાવ્યું હતું કે દેશે સફળતાપૂર્વક હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરમુખત્યાર કિમ જોંગ ઉને એક વર્ષથી વધુ સમય પછી પહેલીવાર લોન્ચિંગમાં હાજરી આપી હતી. ઉત્તર કોરિયાના હાઈપરસોનિક મિસાઈલ પરીક્ષણ બાદ અમેરિકાએ તેની આકરી ટીકા કરી છે.

અમેરિકાએ ઉત્તર કોરિયાના મિસાઈલ પ્રક્ષેપણને આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ‘ખતરો’ ગણાવ્યો છે. તેણે દક્ષિણ કોરિયા અને જાપાનના સંરક્ષણ માટે પણ પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ પહેલા મંગળવારે કિમ જોંગ ઉને બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. મંગળવારે દક્ષિણ કોરિયા અને જાપાનના અધિકારીઓએ પણ શંકાસ્પદ મિસાઈલ પરીક્ષણની પુષ્ટિ કરી હતી. જે બાદ અમેરિકા અને જાપાનના અધિકારીઓ દ્વારા તેની સખત નિંદા કરવામાં આવી હતી. એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં બીજા પરીક્ષણે કિમ જોંગ ઉનના નવા વર્ષના રીઝોલ્યુશનને આધુનિક ટેક્નોલોજી સાથે સૈન્યને વધુ મજબુત બનાવવા માટે નિર્ધાર કર્યુ છે.

ગયા વર્ષે માર્ચ 2020 પછી આ પહેલો પ્રસંગ હતો જ્યારે કિમ જોંગે સત્તાવાર રીતે મિસાઈલ ટેસ્ટમાં ભાગ લીધો હતો. કેટલાક અન્ય તાજેતરના પરીક્ષણોથી વિપરીત, શાસક પક્ષના અખબાર રોડોંગ સિનમુને કિમ જોંગ ઉનના હાઇપરસોનિક મિસાઇલ પરીક્ષણમાં ભાગ લેતા ફોટા તેના પહેલા પૃષ્ઠ પર પ્રકાશિત કર્યા હતા.