સમર્થન/ નવાબ મલિકને વાનખેડે સામે પોતાની સરકારનું સમર્થન ન મળ્યું,ગૃહમંત્રીએ કહ્યું તપાસનો કોઇ પ્રશ્ન નથી

એનસીપીના નેતા અને મંત્રી નવાબ મલિકને મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ચીફ સમીર વાનખેડે સામે પોતાની સરકારનો ટેકો મળ્યો નથી

Top Stories India
111111 નવાબ મલિકને વાનખેડે સામે પોતાની સરકારનું સમર્થન ન મળ્યું,ગૃહમંત્રીએ કહ્યું તપાસનો કોઇ પ્રશ્ન નથી

એનસીપીના નેતા અને મંત્રી નવાબ મલિકને મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ચીફ સમીર વાનખેડે સામે પોતાની સરકારનો ટેકો મળ્યો નથી. મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે, વાનખેડે પર મલિકના નિવેદનો પર કહ્યું કે તપાસનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે તે કેન્દ્રીય એજન્સી મારફતે કામ કરી રહ્યા છે.

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારી સમીર વાનખેડેને ધમકી આપી છે કે તેઓ તેને જેલમાં પૂરી દેશે. આર્યન કેસથી પ્રસિદ્ધિમાં આવેલા વાનખેડે પર બોલિવૂડના લોકો પાસેથી ખંડણીનો આરોપ લગાવતા એનસીપી નેતાએ દાવો કર્યો હતો કે વાનખેડે આ માટે દુબઈ અને માલદીવ ગયા હતા. મુંબઈમાં ક્રૂઝ ડ્રગ્સ કેસ પ્રકાશમાં આવ્યો ત્યારથી નવાબ મલિક સતત NCB અધિકારી સમીર વાનખેડેને નિશાન બનાવી રહ્યા છે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ પાટીલે કહ્યું કે, “રાજ્ય સરકાર દ્વારા તપાસનો કોઈ પ્રશ્ન નથી કારણ કે તે (સમીર વાનખેડે) કેન્દ્રીય એજન્સી મારફતે કામ કરી રહ્યા છે.” મને તેમના (નવાબ મલિક) નિવેદન વિશે કોઈ જાણકારી નથી. તેમણે મને આ બાબતે કોઈ પુરાવો આપ્યો નથી. હું તેમની પાસેથી માહિતી મેળવીશ. મારી પાસે હજી સુધી કોઈ માહિતી નથી.