Not Set/ પંજાબ/ લગ્નના ત્રણ દિવસ પહેલાં જ ઘરમાં ઘૂસીને યુવતીને સળગાવી, જાણો શું છે મામલો

પંજાબના લુધિયાણામાં એક યુવતીને તેના લગ્નના ત્રણ દિવસ પહેલા બે માસ્ક પહેરીને આવેલ શખ્શોએ કથિત રૂપે આગ લગાવી દીધી હતી. 14 જાન્યુઆરીએ આરોપીએ તેના ઘરમાં ઘુસ્યા અને યુવતીને આગ ચાંપી દીધી હતી. 29 વર્ષીય યુવતીને 90 ટકા ઇજાઓ પહોંચી છે અને તે હાલ ગંભીર હાલતમાં છે. પ્રાથમિક માહિતી મુજબ બે માસ્ક પહેરીને આવેલા શખ્સો કથિત […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 9 પંજાબ/ લગ્નના ત્રણ દિવસ પહેલાં જ ઘરમાં ઘૂસીને યુવતીને સળગાવી, જાણો શું છે મામલો

પંજાબના લુધિયાણામાં એક યુવતીને તેના લગ્નના ત્રણ દિવસ પહેલા બે માસ્ક પહેરીને આવેલ શખ્શોએ કથિત રૂપે આગ લગાવી દીધી હતી. 14 જાન્યુઆરીએ આરોપીએ તેના ઘરમાં ઘુસ્યા અને યુવતીને આગ ચાંપી દીધી હતી. 29 વર્ષીય યુવતીને 90 ટકા ઇજાઓ પહોંચી છે અને તે હાલ ગંભીર હાલતમાં છે. પ્રાથમિક માહિતી મુજબ બે માસ્ક પહેરીને આવેલા શખ્સો કથિત રૂપે તેના ઘરમાં ઘુસી ગયા હતા. અને ડીઝલ છાંટી અને તેને આગ ચાંપી હતી. પીડિતાના લગ્ન 17 જાન્યુઆરીએ થવાના હતા.

લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત એક પરિવારે આગને ઓલવી લીધી હતી અને તાત્કાલિક દયાનંદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં યુવતીને લઇ ગયા હતા. તેના પિતાએ કહ્યું કે તેણે ઘરમાંથી બે માસ્ક પહેરલ લોકોને દોડતા જોયા.

જો કે પોલીસે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ મુજબ કોઈ પણ ઘરમાં પ્રવેશતા નજરે પડ્યું નથી. પોલીસે જણાવ્યું હતું કે તેણી 90 ટકા દાઝી ગઈ છે અને તેની હાલત નાજુક છે. મામલો જટિલ છે. મહિલા હજી પોલીસ સાથે વાત કરવાની સ્થિતિમાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.