Not Set/ અમદાવાદ/ રાત્રે ઘરેથી નીકળેલા યુવકની સવારે મળી લાશ

અમદાવાદના બોપલ સ્ટર્લિંગ સિટી પાસેથી એક યુવકની લાશ મળી આવી છે. લાશ મળી આવતા પોલીસે તપાસ કરી તો લાશથી દોઢેક કિમી દૂર યુવકનું વાહન પણ મળી આવ્યું હતું. જો કે, આ યુવક રાત્રે તેના મામા સાથે સુઇ ગયો હતો અને બાદમાં તે ઘરેથી નીકળી ગયો હતો. જે બાદ સવારે તેની લાશ મળી આવી હતી. પોલીસે […]

Top Stories Ahmedabad Gujarat
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 8 અમદાવાદ/ રાત્રે ઘરેથી નીકળેલા યુવકની સવારે મળી લાશ

અમદાવાદના બોપલ સ્ટર્લિંગ સિટી પાસેથી એક યુવકની લાશ મળી આવી છે. લાશ મળી આવતા પોલીસે તપાસ કરી તો લાશથી દોઢેક કિમી દૂર યુવકનું વાહન પણ મળી આવ્યું હતું. જો કે, આ યુવક રાત્રે તેના મામા સાથે સુઇ ગયો હતો અને બાદમાં તે ઘરેથી નીકળી ગયો હતો. જે બાદ સવારે તેની લાશ મળી આવી હતી. પોલીસે હત્યાની આશંકા વ્યક્ત તપાસ હાથ ધરી છે.

આપને જણાવી દઈએ કે બોપલ ગામમાં રહેતો અને અદ્વેત હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતો મયંકગિરિ ગોસ્વામી નામનો 23 વર્ષનો યુવક રાત્રે તેના મામા સાથે સૂઈ ગયો હતા ને બાદમાં કોઈને કહ્યાં વગર એક્ટિવા લઈને ઘરેથી રાત્રે 11 વાગ્યાની આસપાસ નીકળ્યો હતો. જે બાદ આજે વહેલી સવારે સિક્યોરિટી ગાર્ડે મયંકગિરિની ઈજાગ્રસ્ત હાલતમાં લાશ જોતા પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા બોપલ પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. મયંકગિરિને રાત્રે સ્ટર્લિંગ સિટીનાં રોડ પર દોડતો એક સિક્યોરિટી ગાર્ડે જોયો હતો. પરંતુ કોઈ દારૂ પીધેલો શખ્સ હોવાનું માનીને તેણે પોલીસને જાણ કરી ન હતી.

ઉલ્લેખનીય છે કે મૃતક મયંકગિરિના પગ અને માથાના ભાગે ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ, મયંકગિરિને કોઈ વ્યક્તિઓ સાથે મારામારી થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. બોપલ વિસ્તારમાં જ રાત્રે મારામારી થઈ હોવાનો એક બનાવ પણ સામે આવ્યો છે. જે લાશ મળવાના સ્થળથી નજીક જ આવેલું છે જેથી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.