Not Set/ જંગલો માં હાલ કેસરી ચાદર પાથરાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

દર વર્ષની જેમ ફુલ ગુલાબી ઠંડી વિદાય લે તે પહેલા જ હોળી ના વધામણા લઇને આવતા કેસૂડાં એ સોળે કળાએ ખીલી ઉઠ્યાં છે,વનરાય ફૂલો નો મહારાજા કેસૂડો ખાસ કરીને હોળી ના દિવસો નજીક ખીલી ઉઠતા હોય છે.

Gujarat
6 23 જંગલો માં હાલ કેસરી ચાદર પાથરાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

દર વર્ષની જેમ ફુલ ગુલાબી ઠંડી વિદાય લે તે પહેલા જ હોળી ના વધામણા લઇને આવતા કેસૂડાં એ સોળે કળાએ ખીલી ઉઠ્યાં છે,વનરાય ફૂલો નો મહારાજા કેસૂડો ખાસ કરીને હોળી ના દિવસો નજીક ખીલી ઉઠતા હોય છે. પરંતુ આ વર્ષે અધિક માસ તેમજ ગ્લોબલ વોર્મિંગ ની અસરોના લીધે લગભગ ફેબ્રુઆરી- માર્ચ મહિનામાં મહોરતો કેસૂડો કેટલાક વિસ્તારોમાં ડિસેમ્બર- જાન્યુઆરી મહિનામાં જ પોતાનો રંગ બતાવતાં અચરજ લાગી રહ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાના સિંગલાઘાટી, કેવડી,બાબા વાઘટોળનાં જંગલોમાં તથા કવાંટ તાલુકાના આંબા ડુંગર, કડીપાણી,ના જંગલો ઉપરાંત પાવીજેતપુર તાલુકાના પાણીબાર,સજૂલી,દેગલા અને તીખા ના જંગલો તથા રંગલી વિસ્તાર, સુખીડેમ વિસ્તારમાં અને નસવાડી તાલુકાના દુગ્ધા વિસ્તારમાં તેમજ જાંબુઘોડા ના જંગલો માં હાલ કેસરી ચાદર પાથરીને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે અને કેસૂડાં એ રંગ જમાવ્યો છે, અને આકર્ષણ જમાવ્યું છે.

શિયાળાની વિદાય બાદ પાનખર ની શરૂઆત સાથે વસંત ઋતુ માં ખાખરે કેસૂડો મોર્યો હોય જેના લીધે પાનખર માં પણ પ્રક્રુતિ નો નિખાર તરી આવે છે ત્યારે જંગલો માં પણ મનમોહક માધુર્ય રેલાઈ એ સ્વાભાવિક છે.
આજના કેમિકલ યુગમાં કુદરતી વનસ્પતિ ઓ ના રંગો થી ભલે ધૂળેટી નહીં રમાતી હોય પરંતુ ધૂળેટી માં કેસૂડો યાદ આવ્યાં વગર રહે નહીં.!

છોટાઉદેપુર જિલ્લાના પ્રક્રુતિપ્રેમી અને પર્યાવરણવિદ વાલસિંહભાઈ રાઠવા પાણીબાર વાળા જણાવે છે કે વાસ્તવમાં કેસૂડાં ના ફૂલો અને કસૂંબલ રંગે ધૂળેટી રમવા નો પણ આરોગ્યપ્રદ હેતુ રહેલો છે, ફાગણ મહિનાના આગમન કેસૂડાના ફૂલ ખીલી ઉઠતા હોય છે, ઉનાળાનાં ચાર મહિના ની ગરમી થી રક્ષણ માટે કેસૂડો ખુબ જ ઉપયોગી છે, કેસૂડાં ના ફૂલો સૂકવીને તેનો ભૂક્કો આખી રાત પાણીમાં પલાળીને સવારે ત્વચા પર લગાવવાથી બળબળતા તાપમાં પણ ત્વચા નું આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી પહેલા ના સમયે આ પ્રયોગ કરાતો, અને કેસૂડો ઉનાળા દરમિયાન ચામડી ના રોગો ને માનવશરીર થી દુર રાખવા માં ખુબ ઉપયોગી નીવડે છે, આમ કેસૂડો ખુબ જ માનવઔષધિય ગુણો ધરાવે છે.

હાલમાં કેમિકલ રંગોના મોહમાં કેસૂડાં ની જગ્યાએ કેમિકલ રંગો લઇ લીધી હોય જેથી હોળી ધુળેટી પર્વ પર કેમિકલ યુક્ત રંગોથી રમાતી ધૂળેટી ચામડીના અનેક રોગો નોંતરી શકે છે જે સમજવા જેવી વાત છે.

વડવાઓ જે તે સમયે જંગલો માં થતી વનસ્પતિ ઓ ના માનવશરીર માટે ઔષધિય ગુણો ની પરખ કરીને તંદુરસ્ત જીવન જીવવા માટે ઔષધ તરીકે ઉપયોગ માં લેતાં,આમ કેસૂડો માત્ર ધૂળેટી રમવા પુરતો સિમિત નથી પરંતુ એક અમૂલ્ય ઔષધિ તરીકે અને માનવશરીર ને અસંખ્ય રોગો થી દુર રાખવા મહત્વપૂર્ણ હોય છે,જેનો વસંત ઋતુ માં ખીલેલો કેસુડો ઉદાહરણ રૂપ કહીં શકાય.