Not Set/ સંપૂર્ણ ગુજરાતભરમાં ગુરુપૂર્ણિમાની હર્ષ ઉલ્લાસભેર કરવામાં આવી ઉજવણી

  દેશભરમાં ગુરુપૂર્ણિમાં પર્વની ધુમધામથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ ગુરૂપુર્ણિમાંની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અમરેલી જિલ્લાના વડિયા શહેરમાં ગ્રામ્ય વિસ્તારોના નાના-મોટા મંદિરો આશ્રમો પર ગુરુ પૂર્ણિમાના દિવસે લોકોની ભીડ જામી હતી. આ મંદિરામાં ભક્તો ગુરુ જ્ઞાન લે છે. તેમજ ગુરુના આશિષ મેળવવા માટે અચૂક આવે છે અને ગુરુપૂર્ણિમાના દિવસે […]

Top Stories Gujarat
bfkjsdbfjjfjsjd સંપૂર્ણ ગુજરાતભરમાં ગુરુપૂર્ણિમાની હર્ષ ઉલ્લાસભેર કરવામાં આવી ઉજવણી

 

દેશભરમાં ગુરુપૂર્ણિમાં પર્વની ધુમધામથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ ગુરૂપુર્ણિમાંની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં અમરેલી જિલ્લાના વડિયા શહેરમાં ગ્રામ્ય વિસ્તારોના નાના-મોટા મંદિરો આશ્રમો પર ગુરુ પૂર્ણિમાના દિવસે લોકોની ભીડ જામી હતી. આ મંદિરામાં ભક્તો ગુરુ જ્ઞાન લે છે. તેમજ ગુરુના આશિષ મેળવવા માટે અચૂક આવે છે અને ગુરુપૂર્ણિમાના દિવસે હર્ષ ઉલાસભેર પર્વ ઉજવવામાં આવી હતી. સુરેન્દ્રનગરમાં ગુરુપુર્ણીમાં નિમિતે સમગ્ર રબારી અને માલધારી સમાજની ગુરુ ગાદીનું સ્થાન એવું દૂધરેજ વડવાળા ધામ નિમિતે હજારોની સંખ્યામાં ભક્તો અહી દર્શનાથે આવ્યા હતા.

વડવાળા મંદિર ખાસ મહત્વ એ છે કે વડવાળા મંદિર ના મહંત શ્રી કનેરામ બાપુ દ્વારા સમાજના નાના ભૂલકાઓને કાનમાં મંત્રની ફૂંક મારી કંઠી બાંધવાની પરંપરા છે. એ રબારી સમાજના હજારો બાળકોને ગુરુ કંઠી પહેરાવ્યા હતા. તેમજ તમામ લોકો માટે આજે ભોજન અને પ્રસાદની પણ મોટા પ્રમાણમાં વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ભાવનગરમાં બજરંગધામ બગદાણાના માર્ગો “બાપા સીતારામ” ના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ગુરુપૂર્ણિમા પર્વે અંદાજીત દોઢ લાખ શ્રદ્ધાળુઓ બજરંગદાસબાપાના ચરણોમાં શીશ નમાવવા આવી પહોચ્યા હતા. ગત રાત્રીથી જ બગદાણા ખાતે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ શરુ છે. ભક્તો ગુરુચરણોમાં વંદના અને પૂજન કરી ગુરુ પ્રર્ત્યેનું ઋણ અદા કરી હતી. જ્યારે પરંપરાગત રીતે બગદાણા ગુરુઆશ્રમ ખાતે મહાઆરતી અને ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો. ડાકોરમાં ગુરૂ પૂર્ણિમાને લઈને ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર સર્જાયુ હતુ. ગુરૂપૂર્ણિમાની ભક્તિભાવથી ડાકોર મંદિરમાં ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં ગુરૂપૂજનના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યો હતો. ગુરૂના ચરણ સ્પર્શ કરીને મેળવ્યા આશીર્વાદ મેળવવા ભારે ભીડ જામી હતી.

ગુરુ-શિષ્ય પરંપરા ભારતમાં કેટલાએ વર્ષોથી ચાલી આવી છે. સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા કોઇપણ જાતના ભેદભાવ વગર સાથે રહી જંગલમાંથી લાકડાં કાપી લાવી ગુરુની સેવા કરી એમની અનન્ય ગુરુભક્તિનાં આપણને દર્શન કરાવ્યાં છે.આ દ્રષ્ટાંત એ સૂચવે છે કે વિદ્યાનું દાન કરનાર ગુરુ માટે રંક કે રાયનો કોઈ ભેદ હોતો નથી. ગુરુની આગળ સૌ શિષ્યો એક સમાન હોય છે. આવુ જ અમરેલી જિલ્લાના વડિયા શહેરમાં વિઠલદાસ બાપુનું છે. જે રસ્તા પર રહે છે પોતાની મસ્તીમા હોઈ છે. માત્ર એક જ વ્યસન સીતારામનું નામ, કોઈ સાથે કોઈ સીતારામના રટણ સિવાય કોઈ વહેવાર નહીં, પરંતુ ગુરુ પૂર્ણિમાના દિવસે રાજાથી રંક સુધી તેમના ભક્ત આવે છે. અમરેલી જિલ્લામા તાલુકા ગ્રામ્ય વિસ્તારોના નાના-મોટા મંદિરો આશ્રમો પર આજના દિવસે એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો ની ભીડ જામી છે અને ગુરુ જ્ઞાન લે છે તેમજ ગુરુના આશિષ મેળવવા માટે અચૂક આવે છે અને ગુરુપૂર્ણિમાના દિવસે હર્ષ ઉલાસભેર પર્વ ઉજવે છે.

સુરેન્દ્રનગરમાં ગુરુપુર્ણીમા નિમિતે સમગ્ર ભારતના રબારી અને માલધારી સમાજની ગુરુ ગાદીનું સ્થાન એવું દૂધરેજ વડવાળા ધામ નિમિતે આજના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો અહી દર્શનાથે આવે છે. આજના દિવસનું વડવાળા મંદિર ખાસ મહત્વ એ છે કે વડવાળા મંદિરના મહંત શ્રી કનેરામ બાપુ દ્વારા સમાજના નાના ભૂલકાઓને કાનમાં મંત્રની ફૂંક મારી કઠિ બાંધવાની પરંપરા છે. એ રબારી સમાજના હજારો બાળકો ને ગુરુ કંઠી પહેરાવે છે. રબારી સમાજના નિસંતાન પરિવારો દ્વારા મંદિરની બાધાથી સંતાન પ્રાપ્તિ થાય તો ૨ બાળકો માંથી એક બાળક મંદિરમાં સેવા માટે મૂકી દેવામાંની પરંપરા છે. ઉલેખનીય છે અત્યાર સુધી ૮૦ જેટલા આવા બાળકો મંદિરમાં સેવા આપી રહ્યા છે. આ મંદીર દ્રારા વ્યસન મુકત અને શોક્ષિકક્ષેત્રે ખુબ જ આગળ રહે છે તેમ સામાજિક, ધામિકૅ ક્ષેત્રે પણ આગળ છે. તેમજ 6 વધુ ગોશાળા, કન્યાછાત્રાલય, કુમાર છાત્રાલયઓ ચલાવવામાં આવે છે. તેમજ તમામ લોકો માટે આજે ભોજન અને પ્રસાદની પણ મોટા પ્રમાણમાં વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

બજરંગધામ બગદાણાના માર્ગો આજે “બાપા સીતારામ” ના નાદથી ગુંજી ઉઠ્યા છે, ગુરુપૂર્ણિમા પર્વે અંદાજીત દોઢ લાખ શ્રદ્ધાળુઓ આજે બજરંગદાસબાપાના ચરણોમાં શીશ નમાવવા આવી પહોચશે. ગત રાત્રીથી જ બગદાણા ખાતે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ શરુ છે. ભક્તો આજે ગુરુચરણોમાં વંદના અને પૂજન કરી ગુરુ પર્ત્યેનું ઋણ અદા કરી રહ્યા છે જયારે પરંપરાગત રીતે બગદાણા ગુરુઆશ્રમ ખાતે મહાઆરતી અને ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો.

બજરંગદાસબાપાની તપોભૂમિ બગદાણાના માર્ગો બાપા સીતારામના નાદથી ગુંજી ઉઠ્યાછે. બગદાણા ખાતે અનેરા ભક્તિભાવ ભર્યા માહોલ વચ્ચે ગુરુપૂર્ણિમા મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, અહીના પાવન પરિસરમાં સવારના ૫ કલાકથી ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. જેમાં સવારના પાંચ વાગ્યે મંગળા આરતી બાદ સવારના ૭.૧૫ કલાકે ધ્વજાપૂજન અને સવારની આરતી ત્યારબાદ ધ્વજારોહણ ૮.૧૫ કલાકે, તેમજ ૮.૪૫ ગુરુમહીમાં પૂજન જેમાં ભક્તોએ ગુરુપૂજનનો લાભ લીધો.અને સવારે ૧૦.૦૦ કલાકે મહાઆરતી બાદ મહાપ્રસાદનો પ્રારંભ થશે જે મોડીરાત્રી સુધી અવિરત ચાલુ રહેશે. આ વર્ષે પૂનમના દિવસે જ ગ્રહણ હોવાના કારણે રાત્રીના ૧૦ વાગ્યા બાદ મંદિરમાં દર્શન અને પ્રસાદી વિતરણ બંધ કરી દેવામાં આવશે.

આ સિવાય ખેડાના ડાકોરની જો વાત કરવામાં આવે તો ગુરૂ પૂર્ણિમાને લઈને ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર સર્જાયુ છે. ગુરૂપૂર્ણિમાની ભક્તિભાવથી ડાકોર મંદિરમાં ઉજવણી કરી રહ્યાં છે. મંદિરમાં ગુરૂપૂજનના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યાં છે. ગુરૂના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવવા ભારે ભીડ જામી છે. પરંતુ ચંદ્ગગ્રહણને લઈને બપોરે 2.30 કલાક સુધી જ મંદિરના દર્શન થઈ શકશે. 2.30 કલાક બાદ ઠાકોરજીના દર્શન થશે બંધ થઈ જશે. મંદિર આવતી કાલે શનિવાર સવારે 6 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે.