chief minister/ ભાજપમાં કેવી રીતે થાય મુખ્યમંત્રીની પસંદગી, વિજયી થયેલ રાજ્યોમાં કોને સોંપાશે સુકાન

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પક્ષના મહત્વના નેતાઓ સાથે પરામર્શ કરવામાં આવે છે. ‘સાચો નિર્ણય’ લેવા પર હકીકત પર પ્રાધાન્ય આપવામાં આવે છે.

Top Stories India
મૃત્યુદરમાં થશે ઘટાડો 50 ભાજપમાં કેવી રીતે થાય મુખ્યમંત્રીની પસંદગી, વિજયી થયેલ રાજ્યોમાં કોને સોંપાશે સુકાન

દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામો સામે આવી ગયા છે. 3 રાજ્યોમાં ભાજપની જીત થઈ છે જ્યારે 1 રાજ્યમાં કોંગ્રેસની જીત થઈ છે. તેલંગણામાં સત્તાધારી પક્ષ BRSના ચીફ કેસીઆરને હરાવી કોંગ્રેસના રેવંત રેડ્ડીએ જીત મેળવી હતી. ગુરુવારે રેવંત રેડ્ડીએ તેલંગાણાના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્યોમાં હજુ સુધી મુખ્યમંત્રી તરીકેના ઉમેદવારની ઘોષણા ભાજપ દ્વારા કરવામાં આવી નથી. આ મામલે વિપક્ષે પણ ભાજપને આડેહાથ ઘેરતા કહ્યું કે સાત દિવસ થવા છતાં પણ ભાજપ મુખ્યમંત્રી (Chief Minister )નો ચહેરો નક્કી કરી શકી નથી.

કેવી રીતે લેવાય છે નિર્ણય

BJPએ 3 રાજ્યોમાં જંગી જીત નોંધાવી છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં બીજેપી ફરી સત્તામાં આવી છે, જ્યારે મધ્યપ્રદેશમાં સરકારનું પુનરાવર્તન થયું છે. 3 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ કોણ મુખ્યમંત્રી (Chief Minister) બનશે તે અંગે પાર્ટીમાં મંથન ચાલી રહ્યું છે. અત્યાર સુધીના કેટલાક મુખ્યમંત્રીઓની પસંદગીની પેટર્ન પર નજર કરીએ તો, જ્યારે મુખ્યમંત્રીની વાત આવે છે, ત્યારે તમામ બાબતો પર ગુપ્તતા રાખવામાં આવે છે. તમામ ઉમેદવારના કાર્યો અને પક્ષ પ્રત્યે અને દેશ પ્રત્યેની નિષ્ઠા ચકાસવામાં આવે છે. આથી જ આવા સમયે કોઈપણ વિજેતા ઉમેદવાર વધુ ચાપલૂસી કરવા પ્રયાસ કરતા નથી. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પક્ષના મહત્વના નેતાઓ સાથે પરામર્શ કરવામાં આવે છે. ‘સાચો નિર્ણય’ લેવા પર હકીકત પર પ્રાધાન્ય આપવામાં આવે છે.

મુખ્યમંત્રી અફવાઓનું બજાર ગરમ

ચૂંટણી પરિણામો બાદથી ત્રણેય રાજ્યોમાં કોણ મુખ્યમંત્રી બનશે તે બાબતને લઈને અફવાઓનું બજાર ગરમ રહ્યું. ત્રણ રાજ્યોમાં લગભગ 20 સંભવિત મુખ્યમંત્રીઓની અંદાજિત યાદી મીડિયામાં જાહેર કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી ભાજપ કોને પસંદ કરશે તે અંગે કોઈ સંકેત નથી. ભાજપ પક્ષમાં આવું પહેલીવાર નથી જોવા મળી રહ્યું. અનેક વખત મુખ્યમંત્રીના નામથી પક્ષના કાર્યકરો સહિત ભાજપ પક્ષે આશ્ચર્યચકિત કરી દીધા છે. આ ત્રણ રાજ્યોમાં પણ કંઈક આવું જ જોવા મળી શકે છે. ભાજપના ટોચના ત્રણ – નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા – જ જાણતા હોય છે કે આખરે અંતિમ પસંદગી કોણ છે.

વિચાર્યા પણ ના હોય તેવા નામ સામે આવે છે

નિષ્ણાતોનું માનીએ તો પાર્ટીની નજર આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પર પણ છે. આવી સ્થિતિમાં ભાજપે ઘણી વખત મુખ્યમંત્રીને ફાઈનલ કરીને ચોંકાવી દીધા છે. યોગી આદિત્યનાથે વિચાર્યું કે 2017માં ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર પછી તેમને આરામ મળશે. પરંતુ તેના કરતાં ઉલટું બન્યું અને મુખ્યમંત્રી તરીકે તેમના નામની જાહેરાત કરવામાં આવી. 2021 માં, ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં તેમના મતવિસ્તારમાં એક નાનકડી સભા કરી રહ્યા હતા અને રસ્તા પર રોપા રોપતા હતા ત્યારે તેમને ભાજપ કાર્યાલય પર પહોંચવાનો ફોન આવ્યો, જ્યાં તમામ ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા હતા. વિજય રૂપાણીના સ્થાને ગુજરાતના સીએમ તરીકે તેમના નામની જાહેરાત કરવામાં આવે તે પહેલાં તેઓ બેઠકમાં છેલ્લી હરોળમાં બેઠા હતા. જ્યારે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યાર બાદ લોકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તેમના ફોટા મહામુશ્કેલીએ મળ્યા હતા.

ચૂંટણીમાં મુખ્યમંત્રી પદની રેસમાં જે નામ ક્યાંય ના સંભળાતું હોય તેવા નામો સાંભળી સામાન્ય નાગરિક સહિત લોકો પણ ચોંકી ગયા હતા. આ બંને નિર્ણય તો તાજું ઉદાહરણ કહી શકાય જેણે પક્ષના કાર્યકરો સહિત દિગ્ગજ નેતાઓને પણ ચોંકાવી દીધા.  હાલમાં ત્રણ રાજ્યોમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે.