Gujarat Weather/ આગામી 24 કલાક બાદ ગુજરાતમાં ગરમીથી મળશે રાહત, તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો

હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આગામી 6 દિવસ દરમિયાન તાપમાન (Heat Relief) 2થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની પણ શક્યતા છે.

Top Stories Gujarat Breaking News
Heat Relief

Gujarat Weather:ગુજરાતનાં લોકોને અત્યંત ગરમી (Heat Relief) અને ભેજવાળા વાતાવરણમાંથી આખરે રાહત મળવાની સંભાવના છે. આગામી ૨૪ કલાક બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી છે. આગામી છ દિવસ દરમિયાન તાપમાનમાં ક્રમશ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે.ભારતીય હવામાન વિભાગ (IMD)ના અમદાવાદ કેન્દ્રના અહેવાલ મુજબ, આજે રાજ્યમાં હીટવેવનું કોઈ એલર્ટ જારી કરવામાં આવ્યું નથી. જો કે, દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને શુષ્ક પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે અમુક વિસ્તારોમાં અસહ્ય ગરમી અનુભવાઈ શકે છે.

રાજ્યમાં ગરમીથી (Heat Relief) રાહત 

ગુજરાતમાં ગરમીનો (Heat Relief) પ્રકોપ વધુ તેજ બન્યો છે અને ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજકોટ અને અમરેલીમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 43.1ડિગ્રી અને ગાંધીનગરમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે અમદાવાદમાં તાપમાન ફરી 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર જ રહેવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી 24 કલાક પછી રાજ્યના વિવિધ ભાગોમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. પશ્ચિમી વિક્ષેપ અને સમુદ્રી પવનોના પ્રભાવને કારણે તાપમાનમાં (Heat Relief) ઘટાડો થશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની પણ સંભાવના છે.


આ પણ વાંચો :ગરમી વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું ?

આ પણ વાંચો :ગુજરાતમાં ગરમીનો કહેર, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જાણો તમારા શહેરનું તાપમાન કેટલું છે

આ પણ વાંચો :ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે રાહતના સમાચાર, પરંતુ શું વધશે ઉકળાટ,બફારો! હવામાન વિભાગની મહત્વની આગાહી