કોઇ ક્રિકેટર દ્વારા ક્રિકેટ જગતમાં કરપ્શન ન થાય તે માટે તેના પર નજર રાખી શકાય, તેમજ ભારતીય ક્રિકેટ ટીમમાં આવા કિસ્સાઓ ન બને તે માટેની જવાબદારી રમતગમતના ક્ષેત્રમાં ભારતીય ક્રિકેટ દ્વારા એન્ટી કરપ્શન યુનિટ કાર્યરત છે કે જેના વડાની હોય છે, ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ગુજરાતના નિવૃત્ત ડીજીપી ખંડવાવાલાને હોતા પર નિયુક્ત કરવામાં આવ્યા છે.BCCI (બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ના એસીયુ (એન્ટી કરપ્શન યુનિટ)ના ચીફ તરીકે ગુજરાતના નિવૃત DGP એસ.એસ.ખંડવાવાલાને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિયુક્તિ બાદ તેમને સમગ્ર ગુજરાતમાંથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
DGP ખંડવાવાલાનો ટૂંકો પરિચય
ગુજરાતના નિવૃત DGP ખંડવાવાલા 1973 બેચના IPS ઓફિસર છે. 70 વર્ષીય શાબીર હુસૈન શેખાદમ ખંડવાવાલાએ ન્યૂ દિલ્હી ખાતે બીસીસીઆઈના એસીયુ તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો. તેઓ ગુજરાતના DGPના પદ પરથી ડિસેમ્બર 20210માં નિવૃત થયા હતા. તેઓ કેન્દ્રની લોકપાલ પસંદગી કમિટીની પણ સભ્ય હતા.રાજસ્થાનના નિવૃત GGP અજીત સિંગે એસીયુના ચીફ તરીકે એપ્રિલ 2018માં ચાર્જ લીધો હતો. 31 માર્ચ 2021ના રોજ તેઓની ટર્મ પુરી થતાં ખંડવાલાને નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હું BCCIનો હિસ્સો બની રહ્યો છું તે બદલ ગૌરવ : DGP ખંડવાવાલા
DGP ખંડવાવાલાએ જણાવ્યું હતુ કે આ એક ગૌરવની વાત છે કે હું BCCIનો હિસ્સો બની રહ્યો છું. . જે વિશ્વનું સૌથી સારુ ક્રિકેટ સંગઠન છે. સુરક્ષા મામલાના મારા અનુભવનો ફાયદો મને આ નવા કામમાં મળશે. નવી જવાબદારી અગાઉ ખંડવાવાલા એસ્સાર ગૃપના સલાહકાર હતા. તેઓ કેન્દ્ર સરકારની લોકપાલ સર્ચ સમિતિના પણ સદસ્ય રહી ચુક્યા છે. તેઓ બુધવારે ચેન્નાઈ પહોંચશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…