અમદાવાદ/ ફિટનેશ ટ્રેનર યુવતીએ ફલેટના સાતમાં માળેથી કુદીને જીવન ટુંકાવ્યુ

યુવતીને શારીરિક ખોડખાંપણ હતી. જેમાં બાળપણમાં મૃતક યુવતીને પેટના ભાગે દાઝી જવાના કારણે દાજેલાના ડાઘ રહી ગયા હતા. જે બાબતોને લઇને તકલીફ હતી.

Ahmedabad Gujarat
WhatsApp Image 2022 08 08 at 6.44.12 PM 2 ફિટનેશ ટ્રેનર યુવતીએ ફલેટના સાતમાં માળેથી કુદીને જીવન ટુંકાવ્યુ

અમદાવાદના ચાંદખેડામાં ત્રાગડ રોડ પર ફ્લેટમાં રહેતી યુવતીએ સાતમાં મળેથી ઝંપલાવી આત્મહત્યા કરી. આત્મહત્યા કરનાર પ્રિયંકા નામની યુવતી ફિટનેશ ટ્રેનર તરીકે નોકરી કરતી હતી. પોલીસને સુસાઈડ નોટ ન મળતા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી.

અમદાવાદના ચાંદખેડામાં યુવતીએ કરી આત્મહત્યા
ફલેટના સાતમાં માળેથી કુદીને ટુંકાવ્યુ જીવન
આત્મહત્યા પાછળનું કારણ અકબંધ
ફિટનેશ ટ્રેનરે અગમ્ય કારણ સર ટુંકાવ્યુ જીવન

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ત્રાગડ રોડ ઉપર ઉપવન ફ્લેટમાં રહેતી એક યુવતીએ સાતમા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. સવારે 7 વાગેની આસપાસ આ બનાવ બન્યો હતો. આપઘાતની આ ઘટના બનતા સોસાયટી અને પરિવારજનો ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મૃતક યુવતી પ્રિયંકા પરમાર હોવાનું સામે આવ્યું છે અને જેની ઉંમર 31 વર્ષ હતી.

મૃતક યુવતી પ્રિયંકા પોતાની માતા અને બહેનો સાથે E બ્લોકમાં રહેતી હતી અને ફિટનેસ ટ્રેનર તરીકે નોકરી પણ કરતી હતી. જોકે યુવતીને શારીરિક ખોડખાંપણ હતી. જેમાં બાળપણમાં મૃતક યુવતીને પેટના ભાગે દાઝી જવાના કારણે દાજેલાના ડાઘ રહી ગયા હતા. જે બાબતોને લઇને તકલીફ હતી. અને જેના કારણે લગ્ન પણ ન થયા હતા અને ત્યાર બાદ લગ્ન કરવાનું પણ મનોમન ટાળી નાખ્યું હતું. 31 વર્ષીય પ્રિયંકા પરમારે અંતે કંટાળીને મોત પસંદ કર્યું હતું.

ફિટનેસ ટ્રેનર તરીકે નોકરી કરતી યુવતી પાસેથી સ્યુસાઇડ નોટ ધાબા પર કે ઘરમાંથી મળી નથી. હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે અને હકીકત આજ કારણ છે કે અન્ય કોઈ કારણ છે તેની તપાસ ચાંદેખેડા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા યુવતીનું પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને સ્થાનિક લોકો સહિતના પરિવારજનોના નિવેદન લેવામાં આવશે. ત્યારબાદ સ્પષ્ટ ચાંદખેડા પોલીસ ચોક્કસ કારણ પર પહોંચી શકે છે.

બનાસકાંઠા / આ ગામમાં પાંચ વર્ષ પહેલા આવેલા પૂરના પાણી હજુ પણ ઓસર્યા નથી, લોકો ઘર છોડી સીમમાં રહેવા મજબૂર