Accident/ મહીસાગરમાં લુણાવાડામાં ગમખ્વાર અકસ્માત, મામલતદાર અને કાર ચાલકનું મોત

નવ વર્ષ 2021 શરુ થઇ ગયુ છે, પરંતુ ગુજરાતનાં રોડ પર તે જ જૂની પુરાણી લોહી રેડાવવાની પ્રથામાં કોઇ પરિવર્તન જોવામાં આવ્યું નથી તેવું કહી શકાય. આવુ કહેવા પાછળનું કારણ છે, ગુજરાતનાં

Gujarat Others
accident.JPG3 મહીસાગરમાં લુણાવાડામાં ગમખ્વાર અકસ્માત, મામલતદાર અને કાર ચાલકનું મોત

નવ વર્ષ 2021 શરુ થઇ ગયુ છે, પરંતુ ગુજરાતનાં રોડ પર તે જ જૂની પુરાણી લોહી રેડાવવાની પ્રથામાં કોઇ પરિવર્તન જોવામાં આવ્યું નથી તેવું કહી શકાય. આવુ કહેવા પાછળનું કારણ છે, ગુજરાતનાં રોડ પર રોજબરોજ ઘટતા અકસ્માતનાં બનાવો અને અકસ્માતનાં કારણે જાત હજારો લોકોનાં જીવ. આવો જ એક ગોઝારો અકસ્માત ફરી મહીસાગર જીલ્લામાં નોંધવામાં આવ્યો છે.

માવઠું / રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે આ ક્ષેત્રોમાં આજે અને આવતી કાલે આ…

accident.JPG2 મહીસાગરમાં લુણાવાડામાં ગમખ્વાર અકસ્માત, મામલતદાર અને કાર ચાલકનું મોત

મહીસાગરમાં લુણાવાડામાં ખાતે એક કારને ગમખ્વાર અકસ્માત નડ્યો અને કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. આ ઘટના મહીસાગર જીલ્લાનાં લુણાવાડાનાં ખલાસપુર ગામ પાસે ઘટી હતી. ઘટનામાં લુણાવાડાના મામલતદાર અને કાર ચાલકનું દુખદ મોત નિપજ્યુ હોવાનાં સમાચાર શોકનું મોજુ લાવી દીધુ છે.

Earthquake: કચ્છમાં રાત્રે અનુભવાયો ભૂકંપનો આંચકો, આટલી તીવ્રતા હોવાથી લ…

accident.JPG1 મહીસાગરમાં લુણાવાડામાં ગમખ્વાર અકસ્માત, મામલતદાર અને કાર ચાલકનું મોત

લુણાવાડાના અકસ્માતમાં ડ્રાઇવરનું તો ઘટના સ્થળે જ પ્રાણ પંખીડું ઉડી ગયુ હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા લુણાવાડાનાં મામલતદારને તતકાલ સારવાર માટે અકસ્માત સ્થળેથી હોસ્પિટલ લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દુર્ભાગ્યપૂર્ણ રીતે જો કે, લુણાવાડાનાં મામલતદાર મોતની સામેની જીવનની જંગ અધ્ધ વચ્ચે રસ્તામાં જ હારી ગયા હતા અને સારવાર અર્થે લઈ જવાતા રસ્તામાં જ મોત નિપજ્યું. અકસ્માતની આ ઘટના મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી રહી છે.

જુઓ સમગ્ર ધટનાનો સંપૂર્ણ વીડિયો અહેવાલ – Mahisagar: લુણાવાડામાં ગમખ્વાર અકસ્માત | Accident |

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…