Pride/ 60 વર્ષના ઇતિહાસમાં ગુજરાત રાજ્યની 6 મહિલા ખેલાડી ઓલમ્પિકમાં, સરકાર આપશે આટલી સહાય

રાજ્ય સરકારે આ તમામ ખેલાડીઓને 10 લાખની પ્રોત્સાહક સહાયની જાહેરાત કરી છે. સાથે મુખ્યમંત્રીએ આ તમામ ખેલાડીઓને શુભેચ્છા પણ પાઠવી છે.

Gujarat Others Trending
mana patel 60 વર્ષના ઇતિહાસમાં ગુજરાત રાજ્યની 6 મહિલા ખેલાડી ઓલમ્પિકમાં, સરકાર આપશે આટલી સહાય
  • ટોક્યો ઓલમ્પિકને લઇને CMનો પ્રોત્સાહક નિર્ણય
  • 6 મહિલા ખેલાડીઓ માટે પ્રોત્સાહક નિર્ણય
  • ગુજરાતની 6 મહિલા ખેલાડીઓને રૂ.10 લાખની સહાય

ટોક્યો ઓલમ્પિક આગામી 23 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યોછે. ત્યારે ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે આ ઓલમ્પિકમાં રાજયની એક-બે નહિ પંરતુ પૂરી અડધો ડઝન એટલે ક 6 મહિલાઓને સ્થાન મળ્યું છે. ભારત તરફથી રમનારી ગેમ્સમાં ગુજરાતની છ મહિલા ખેલાડીઓ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ગુજરાતના ગૌરવ સમાન આ મહિલા ખેલાડીઓને લઇ ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે આ તમામ ખેલાડીઓને 10 લાખની પ્રોત્સાહક સહાયની જાહેરાત કરી છે. સાથે મુખ્યમંત્રીએ આ તમામ ખેલાડીઓને શુભેચ્છા પણ પાઠવી છે. અને વિશ્વ સ્તરે ગુજરાતની નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી છે.  ગુજરાત રાજ્યના ઇતિહાસમાં ૬૦ વર્ષમાં પ્રથમવાર ગુજરાતના એક સાથે 6 ખેલાડીઓ અને એ પણ મહિલા ખેલાડીઓ વિશ્વ કક્ષાની રમત-ગમત સ્પર્ધા ઓલમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.

આ મહિલાઓમાં માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનીસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટનમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે.

Historic achievement / ગાંધીનગરમાં બનશે વુહાન જેવી લેબોરેટરી, લેબ માટે અંદાજિત 3 કરોડનું પ્રાથમિક બજેટ ફાળવાયું