રાજીનામું/ અમદાવાદમાં કોંગ્રેસના ત્રણ નેતાઓએ આપ્યું રાજીનામું,જાણો વિગત

આજે પણ અમદાવાદના 2 કોર્પોરેટરે રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આ ઉપરાંત  એક પૂર્વ કોર્પેરેટે પણ રાજીનામું આપી દીધું છે

Top Stories Gujarat
11 15 અમદાવાદમાં કોંગ્રેસના ત્રણ નેતાઓએ આપ્યું રાજીનામું,જાણો વિગત
  • અમદાવાદ કોંગ્રેસને એક સાથે ત્રણ ઝટકા
  • હસનખાન પઠાણ, ડિમ્પલ પરમારનું રાજીનામું
  • પૂર્વ કોર્પોરેટર નાઝનીન બાસ્તાવાલાનું પણ રાજીનામું
  • AMCની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે રાજીનામું
  • ધારાસભ્યએ પોતાના લોકોને ટિકિટ આપ્યાનો આક્ષેપ

દેશમાં કોંગ્રેસના હાલ વળતા પાણી છે એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ છે,કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથવાદના લીધે અનેક નેતાઓ અને કાર્યકરો પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે,આજે પણ અમદાવાદના 2 કોર્પોરેટરે રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આ ઉપરાંત  એક પૂર્વ કોર્પેરેટે પણ રાજીનામું આપી દીધું છે.  કોર્પોરેટર હસનખાન પઠાણ,ડિમ્પલ પરમાર અને પૂર્વ કોર્પેરેટર નાઝનીન બાસ્તાવાલાએ રાજીનામમું આપી દીધું છે. ધારાસભ્યોએ પોતાના લોકોને ટિકિટ આપ્યાનો ગંભીર આક્ષેપ પણ લગાવ્યા છે.

કોંગ્રેસ હાલ પોતાના કપરા સમયથી ઝઝૂમી રહી છે એક બાજુ ચિંતન શિબિર રાજસ્થાનના ઉદેપુરમાં ચાલી રહી છે ત્યારે કોંગ્રેસમાં હજીપણ આંતરિક વિખવાદ સમાપ્ત થવાના બદલે વધી રહ્યો છે, રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના એંધાણ છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો અને કોર્પોરેટર રાજીનામાં આપી રહ્યા છે.