રાજકોટમાં પાન મસાલા અને માવા ખાનારા રસિયાઓ માટે માઠા સમાચાર છે, પાન ખાઈને જ્યાં ત્યાં પાનની પિચકારી મારીને ગંદકી ફેલાવનારા લોકોને મહાપાલિકા દ્વારા હવે દંડ ફટકારવામાં આવશે, આજ સુધી જાહેરમાં કચરો ફેંકનારા લોકોને તેમજ જાહેરમાં ગંદકી કરનારા વેપારીઓને દંડ ફટકારવામાં આવતો હતો, જોકે હવે પાન ખાઈને થુંકવાની કે વાહન ચલાવતા ચલાવતા પિચકારી મારનારા લોકો ઉપર પણ કાર્યવાહી થવાની છે,
આ અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની જણાવ્યું કેરાજકોટના દરેક જંક્શન પર સીસીટીવી કેમેરા લાગ્યા છે.હવે રસ્તા પર કોઇ પાન મસાલા ખાઇને થુંકશે તો તેના વાહનના નંબરની તસ્વીર સીસીટીવી દ્રારા લેવામાં આવશે અને થુંકનારના ઘરે કોર્પોરેશન દ્રારા ઇ-મેમો મોકલવામાં આવશે.ઇ-મેમોમાં દંડની રકમ 200થી રૂપિયાથી લઇને 300 રૂપિયા સુધી હશે.
જેમ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે મેમો મોકલવાનું શરુ કરવામાં આવ્યું છે, તે જ રીતે મહાપાલિકા પણ દંડ ફટકારશે, આઇવે પ્રોજેક્ટના માધ્યમથી વાહન ચાલકોના નંબર પ્લેટની નોંધ કરીને ઇમેમો ઈશ્યુ થાય છે તેમ સીસીટીવી કેમેરાની મદદ લઈને ગંદકી ફેલાવનારા લોકોને દંડ ફટકારવાનું મનપા શરૂ કરનાર છે , આજે તે અંગેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવનાર છે,
મહાપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે ઇમેમો આપવાનું શરુ કરવામાં આવનાર છે, મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ જાહેર માર્ગ અને રસ્તાઓ તેમાં જાહેર સ્થળે મુકવામાં આવેલા સીસીટીવી કેમેરાના માધ્યમથી જાહેરમાં ગંદકી ફેલાવનારા અને પાન ખાઈને થુંકનાર લોકોને દંડ ફટકારવામાં આવશે.