Not Set/ માયાવતી આવી મમતા બેનર્જીના સમર્થનમાં, કહ્યું પીએમ મોદીના દબાણમાં ચૂંટણી પંચે ઘટાડ્યો પ્રચારનો સમય

બસપા પ્રમુખ માયાવતીએ એકવાર ફરીએકવાર મોદી સરકાર અને ભાજપ પર પ્રહારો કર્યા છે. મીડિયાને સંબોધન કરતી વખતે માયાવતીએ બંગાળ હિંસા અને ચૂંટણી કમિશનના નિર્ણયોને લઈને નિશન સાધ્યું. માયાવતીએ કહ્યું કે બંગાળમાં ભાજપના દબાણમાં ચૂંટણી પંચે પ્રચાર રોક્યો છે.માયાવતીએ સવાલ ઉઠાવતા કહ્યું કે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર પર રોક લગાવી છે, પરંતુ આજે પીએમની […]

Top Stories India
eepp 2 માયાવતી આવી મમતા બેનર્જીના સમર્થનમાં, કહ્યું પીએમ મોદીના દબાણમાં ચૂંટણી પંચે ઘટાડ્યો પ્રચારનો સમય

બસપા પ્રમુખ માયાવતીએ એકવાર ફરીએકવાર મોદી સરકાર અને ભાજપ પર પ્રહારો કર્યા છે. મીડિયાને સંબોધન કરતી વખતે માયાવતીએ બંગાળ હિંસા અને ચૂંટણી કમિશનના નિર્ણયોને લઈને નિશન સાધ્યું.

માયાવતીએ કહ્યું કે બંગાળમાં ભાજપના દબાણમાં ચૂંટણી પંચે પ્રચાર રોક્યો છે.માયાવતીએ સવાલ ઉઠાવતા કહ્યું કે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર પર રોક લગાવી છે, પરંતુ આજે પીએમની દિવસની બે રેલીઓ છે.

જો તેઓ પ્રતિબંધ લગાવાનો હતો તો આજે સવારથી કેમ નહિ? આ અયોગ્ય છે, ચૂંટણી કમિશન દબાણમાં કામ કરી રહ્યું છે, બંગાળને બીજેપીએ અશાંત કર્યું છે. મમતા બેનર્જીને ટારગેટ કરવામાં આવી રહ્યા છે. બંગાળ સરકારની બદનામ કરવાનો પ્રયાસ છે.

માયાવતીએ કહ્યું કે તે સ્પષ્ટ છે કે પીએમ મોદી, અમિત શાહ અને તેમના નેતા મમતા બેનર્જીને નિશાન બનાવી રહ્યા છે. આ એક ખૂબ જ ખતરનાક અને અન્યાયી પ્રવૃત્તિ છે.