Not Set/ ભારતનો ICC રેન્કિંગમાં ફરી ડંકો, ટેસ્ટ રેન્કિંગમાં ટોપના સ્થાન પર બરકરાર

ક્રિકેટ જગતમાં ટીમના પરફોર્મન્સના આકલન માટે સર્વોચ્ચ ગણાતા ICC રેન્કિંગ 2019 ની યાદી જારી કરાઇ છે. જેમાં ભારતે ટેસ્ટ રેન્કિંગમાં તેનો દબદબો ચાલુ રાખતા ટોચનો ક્રમાંક જાળવી રાખ્યો છે જ્યારે વનડે રેન્કિંગમાં ઇંગ્લેન્ડે પણ તેની કમાન સર્વોચ્ચ સ્થાન પર જમાવી રાખી છે. આ વર્ષે 2015-16 ની મેચ સીરિઝના પરિણામોને દૂર કરીને માત્ર 2016-17 અને 2017-18ના […]

Top Stories Sports
ICC RANKINGS ભારતનો ICC રેન્કિંગમાં ફરી ડંકો, ટેસ્ટ રેન્કિંગમાં ટોપના સ્થાન પર બરકરાર

ક્રિકેટ જગતમાં ટીમના પરફોર્મન્સના આકલન માટે સર્વોચ્ચ ગણાતા ICC રેન્કિંગ 2019 ની યાદી જારી કરાઇ છે. જેમાં ભારતે ટેસ્ટ રેન્કિંગમાં તેનો દબદબો ચાલુ રાખતા ટોચનો ક્રમાંક જાળવી રાખ્યો છે જ્યારે વનડે રેન્કિંગમાં ઇંગ્લેન્ડે પણ તેની કમાન સર્વોચ્ચ સ્થાન પર જમાવી રાખી છે. આ વર્ષે 2015-16 ની મેચ સીરિઝના પરિણામોને દૂર કરીને માત્ર 2016-17 અને 2017-18ના પરિણામોના 50 ટકા અંકોને જ સામિલ કરીને યાદી જારી કરાઇ છે.

આઇસીસી રેન્કિંગમાં ભારત વનડે રેન્કિંગમાં પણ ઇંગ્લેન્ડથી માત્ર 3 પોઇન્ટ દૂર જ છે. આ અંતરને ભારત આગામી વર્લ્ડ કપમાં તેના મજબૂત પ્રદર્શનથી દૂર કરીને વનડેમાં પણ તેનો ડંકો વગાડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ટેસ્ટ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડ ભારતથી માત્ર 8 અંકના અંતરે બીજા ક્રમાંકે છે.

આ અપડેટ પહેલા ભારત 116 અને ન્યૂઝીલેન્ડ 108 અંક પર હતું, જો કે વિરાટ કોહલીના સૂકાનીપદ હેઠળની ટીમે દક્ષિણ આફ્રિકા વિરુદ્વ મેળવેલી 3-0થી જીત અને શ્રીલંકા સામે 2-1થી જીતને 2015-16ના રેન્કિંગમાં સામિલ કરાઇ. જેનાથી ત્રણ અંક ગુમાવ્યા હતા. જ્યારે ન્યૂઝીલેન્ડની ઓસ્ટ્રેલિયા સામેની હારને હટાવી દેવાઇ જેને કારણે ન્યૂઝીલેન્ડને 3 અંક મળ્યા હતા.

વનડે રેન્કિંગમાં ઇંગ્લેન્ડ ટોપ પર છે. વર્લ્ડ કપમાં ટોપ રેન્કિંગની ટીમ તરીકે જતા પહેલા ઇંગ્લેન્ડએ આયરલેન્ડને હરાવવું પડશે અને બાદમાં પાકિસ્તાનને ઘરેલુ શ્રેણીમાં 3-2થી પરાજિત કરવી પડશે.