Not Set/ જયારે સડકો ઉપર વહેવા લાગી ચોકલેટની નદીઓ, લોકો અચંબિત થયા

ચોકલેટની નદીઓ વહેતી તમે કક્યારેય જોઈ છે? નહીં ને, જર્મનીમાં  ચોકલેટની નદીઓ વહેવા લાગી હતી. હકીકતમાં તેને એક દુર્ઘટના જ કહી શકાય. જર્મનીમાં એક ચોકલેટ ફેક્ટરીમાં સવારે આઠ વાગ્યાની આસપાસ લિકવીડ ચોકલેટ લિક થઈને બહાર આવી ગઈ હતી અને સડકો ઉપર વહેવા લાગી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ફેક્ટરીની અંદર રાખવામાં આવેલી ચોકલેટની ટેંક (ટાંકી) જરૂરત […]

Top Stories World Trending
Chocolate river flows on road after melted chocolate leak from factory what happened thereafter

ચોકલેટની નદીઓ વહેતી તમે કક્યારેય જોઈ છે? નહીં ને, જર્મનીમાં  ચોકલેટની નદીઓ વહેવા લાગી હતી. હકીકતમાં તેને એક દુર્ઘટના જ કહી શકાય. જર્મનીમાં એક ચોકલેટ ફેક્ટરીમાં સવારે આઠ વાગ્યાની આસપાસ લિકવીડ ચોકલેટ લિક થઈને બહાર આવી ગઈ હતી અને સડકો ઉપર વહેવા લાગી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ફેક્ટરીની અંદર રાખવામાં આવેલી ચોકલેટની ટેંક (ટાંકી) જરૂરત કરતાં વધુ માત્રામાં ભરાઈ ગઈ હતી. જેના કારણે લિકવીડ ચોકલેટ ઓવરફલો થઈ ગઈ હતી. જેના પરિણામ સ્વરૂપે લિકવીડ ચોકલેટ ટેંકમાંથી ઓવરફલો થઈને ફેક્ટરીની બહાર નીકળી જઈને રસ્તાઓ પર વહેવા લાગી હતી. આ લિકવીડ ચોકલેટ એક મોટા વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી.

આશરે ટનભરની માત્રામાં આ લિકવીડ ચોકલેટ વહીને રસ્તા પર આવી હતી. જે થોડા સમયમાં જ રસ્તા પર જામીને મજબૂત થઈ ગઈ હતી.

રસ્તા પર ચોકલેટ વહેતા માર્ગ પરનો ટ્રાફિક થંભી ગયો હતો જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. જયારે રસ્તા ઉપર વહેતી ચોકલેટની નદીને જોઈને લોકો અચંબિત થઈ ગયા હતા.

બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ આ ઘટનાથી ભારે પરેશાન થઈ ગયો હતો, કારણ કે, આ ઘટનાના લીધે આ વિસ્તારનો વાહન વ્યવહાર ખોરવાઈ ગાયો હતો.

આ ઘટનાના લીધે એવું લાગી રહ્યું હતું કે, ડિસેમ્બરની ઠંડીભરી પ્રભાતમાં સવાર સવારમાં સડક પર લિકવીડ ચોકલેટના કારણે એવું દ્રશ્ય સર્જાયું હતું કે, કોઈએ રસ્તા ઉપર કોઈએ જાદુઈ શેતરંજી પાથરી દીધી હોય.

ફાયરબ્રિગેડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફેક્ટરીમાંથી લિકવીડ ચોકલેટ વહીને રસ્તા ઉપર ફેલાઈ જવાના કારણે આ વિસ્તારનો આશરે 10 વર્ગ મીટરના ક્ષેત્રફળ સુધીના એરિયામાં ચોકો પેનકેક જેવું દ્રશ્ય બની ગયું હતું.

રમૂજી અંદાજમાં લોકોને કઈંક એવા પ્રકારની ચેતવણી આપવામાં આવી હતી કે, 10 વર્ગ મીટરની પેનકેક તૈયાર થઈ ગઈ છે, કૃપા કરીને ચોકલેટ પ્રેમીઓ (લવર) પોતાનું દિલ સંભાળીને રાખે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આશરે બે કલાક સુધી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને આ પછી સમગ્ર માર્ગને સંપૂર્ણપણે સાફ કરવામાં આવ્યો હતો. સડક સફાઈની પણ કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

જામી ગયેલી ચોકલેટના મોટા થરને આગથી તેમજ ગરમ પાણીથી ઉખેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેના પછી રસ્તા પરથી ઉખાડેલી ચોકલેટને કચરા પેટીમાં નાખી દેવામાં આવી હતી. લોકોની માટે આ દ્રશ્ય ઘણું દુઃખદાયક હતું. તેઓ ચોકલેટની આવી બરબાદી જોઈ શકતા ન હતા.

ઉલ્લેખનીય છે કે, આવું પહેલી વખત નથી થયું, આ અગાઉ પણ આ વર્ષે યુરોપમાં એક ચોકલેટ ફેકટરીમાં ટેંકો ઓવરફલો થઈ ગઈ હતી. જેના કારણે લગભગ 12 ટન જેટલી લિકવીડ ચોકલેટ વહી જઈને રસ્તા પર આવી ગઈ હતી.