મહારાષ્ટ્ર/ મુંબઇ પોલીસના પૂર્વ CP પરમબીર સિંહને લાગ્યો મોટો ઝટકો, દાખલ કરાયો વસૂલીનો કેસ

પોલીસે સુનીલ જૈન અને પુનમિયા નામના આરોપી સહિત બે નાગરિકોની ધરપકડ કરી છે. પોલીસે મુંબઈના મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી છે…

Top Stories India
a 420 મુંબઇ પોલીસના પૂર્વ CP પરમબીર સિંહને લાગ્યો મોટો ઝટકો, દાખલ કરાયો વસૂલીનો કેસ

મુંબઈ પોલીસે પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ વસૂલીનો કેસ નોંધ્યો છે. પરમબીર સિંહ સિવાય પોલીસે અન્ય 7 લોકો સામે પણ એફઆઈઆર નોંધી છે. જેમાં 2 નાગરિકો અને 6 પોલીસકર્મી શામેલ છે. આ પોલીસકર્મીઓમાં મુંબઇ ક્રાઈમ બ્રાંચના ડીસીપી અકબર પઠાણનું નામ પણ શામેલ છે.

પોલીસે સુનીલ જૈન અને પુનમિયા નામના આરોપી સહિત બે નાગરિકોની ધરપકડ કરી છે. પોલીસે મુંબઈના મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી છે.

આ પણ વાંચો :ઓનલાઇન રેલવે ટિકિટ બુકિંગ માટે બદલાયો નિયમ,આ રીતે કરવું પડશે વેરિફિકેશન

મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશન ખાતે આ એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે. ફરિયાદકર્તા બિલ્ડરનો આરોપ છે કે, તેમના વિરૂદ્ધ નોંધાયેલા કેટલાક કેસ અને ફરિયાદો નિપટાવવાના બદલામાં તેમના પાસેથી 15 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી.

મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંઘને 2015 થી 2018 માં બદલી થયા પછી પણ તેમના સરકારી નિવાસસ્થાનનો ઉપયોગ કરવા બદલ 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પરમબીર જ્યારે થાણેના પોલીસ કમિશનર હતા ત્યારે બે સરકારી નિવાસોનો ઉપયોગ કરતા હતા.

આ પણ વાંચો :ઓક્સિજન અછત પર રાહુલે કહ્યુ- બધુ જ યાદ રાખવામાં આવશે

પરમબીર સિંઘને 2018 સુધી 54 લાખ 10 હજાર 545 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જેમાંથી તેણે 29 લાખ 43 હજાર ચૂકવ્યા છે, પરંતુ હજી 24 લાખ 66 હજાર ચૂકવવાના બાકી છે તે સમયે પરમબીર સિંહ મલાબાર હિલની નીલિમા રહેતો હતો એપાર્ટમેન્ટ.

સુત્રોના જણાવ્યા અનુસાર 24 લાખ રૂપિયાનો આ દંડ તેના પગારમાંથી અથવા નિવૃત્તિ પછી મળેલા નાણાંમાંથી વસૂલ કરી શકાય છે. પરમબીર હાલમાં હોમગાર્ડ્સના ડીજી છે.

આ પણ વાંચો :રાયન થર્પની ફિલ્મોને અશ્લીલ કહી શકાય પણ એડલ્ટ નહીં,રાજ કુંદ્રાના વકીલનું નિવેદન

ઉલ્લેખનીય છે કે, પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે પોતે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલીનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમના આ આરોપ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો અને ત્યાં સુધી કે અનિલ દેશમુખે મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી રાજીનામુ આપવું પડ્યું હતું. આ સમગ્ર વિવાદમાં પરમબીર સિંહે પણ પોતાની ખુરશી ગુમાવવી પડી હતી. ત્યારે હવે એક બિલ્ડરે પરમબીર સિંહ વિરુદ્ધ જ કેસ અને ફરિયાદ નિપટાવવા બદલ 15 કરોડની ડિમાન્ડ કરી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.