Not Set/ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓમાં દાગીઓનો દબદબો !!?

લોકસભામાં ભાજપના ૩૦૧ પૈકી ૧૧૬ સાંસદો ગુનાહિત ઈતિહાસવાળા – જાે કે ટકાવારી ૩૯ ટકા ઃ જેડીયુ ૧૬માંથી ૧૩ સાંસદો સાથે ૮૧ ટકાની ટકાવારી સાથે મોખરે કોંગ્રેસના પણ ૫૧ ટકા સાંસદો દાગી હોવાનો ઘટસ્ફોટ

India Trending
ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

ભારતના લોકપ્રતિનિધિઓ વિષે અવારનવાર પ્રચાર માધ્યમો ટકોર કરતા હોય છે. ગુનેગારોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ નથી. કોઈપણ સાંસદ કે ધારાસભ્ય સામે આરોપ સાબિત ન થાય ત્યાં સુધી તેને આરોપ સાબિત ન થાય ત્યાં સુધી તેને સભ્યપદેથી દૂર કરી શકાતો નથી. કોઈપણ ઉમેદવાર ફોર્મ ભરે ત્યારે તેની આવક સંપત્તિ અને તેની, સામે નોંધાયેલા ગુનાઓ અંગે સોગંધનામુ કરાવાય છે. આજ ઉમેદવાર ચૂંટણી જીતી જાય અને મુદ્દત પુરી થયા બાદ બીજી વાર મેદાનમાં ઉતરે ત્યારે પણ તેની પાસે સોગંદનામું ભરાવાય છે. જાે આ ઉમેદવારે કરેલા ગુનાઓનું પ્રમાણ વધ્યું હોય તો પણ કોઈ તેનું પુછતું નથી કે તે કેમ વધુ ગુનો કર્યો ? સંપત્તિ વધી હોય તો એમ પણ કોઈ પૂછતું નથી કે તે આ વધારાની આવક ક્યાંથી મેળવી ? આને બીજુ કાંઈ નહિ પરંતુ સમયની બલિહારી અને ચૂંટણીપંચની મહેરબાની કહેવાય. તેમાંય આ લોકપ્રતિનિધિ જાે સત્તાધારી પક્ષનો સભ્ય હોય તો તેની સામે કોઈ આંગળી પણ ઉઠાવી શકતો નથી. વિપક્ષમાં હોય ત્યારે ભ્રષ્ટાચારી તરીકે કે બાગી કે દાગી તરીકે વગોવાયેલો આગેવાન શાસક પક્ષમાં જાય એટલે પવિત્ર નિષ્ઠાવાન થઈ જાય છે અને ૮૦ ટકા કેસમાં તો પક્ષની વફાદારી બદલવાનો શીરપાવ પ્રધાનપદ રૂપે મળે છે. આમ તો પક્ષપલ્ટા વિરોધી ધારો છે. આમ છતાં ધારાસભ્ય રાજીનામું આપી સત્તાધારી પક્ષમાં ભળી રાજીનામું આપી સત્તાધારી પક્ષમાં ભળી પ્રધાન બની ફરી ચૂંટણી લડી સત્તાના જાેરે જીતી જાય છે અને પછી બડાશ હાંકે છે કે મેં લોકચૂકાદો મેળવી લીધો છે. ભૂતકાળમાં કોંગ્રેસ આવું કરતી અત્યારે ભાજપે આ બદીનો વારસો તેના કરતાં વધુ સારી રીતે સંભાળ્યો છે.

himmat thhakar 1 ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓમાં દાગીઓનો દબદબો !!?

તાજેતરમાં લોકપ્રતિનિધિઓની આવેલી એફીડેવીટના આધારે તેની કુંડળી રાખતી સંસ્થા એડીએ-૨ રિપોર્ટ પ્રમાણે શાસક અને વિપક્ષ બન્નેના સાંસદોનો એક વર્ગ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. લોકસભાના ૫૪૪ સભ્યોના ગુનાહિત ઈતિહાસની જે વિગતો જાહેર થઈ તે પ્રમાણે ભાજપના ૩૦૧ સાંસદ છે તે પૈકી ૧૧૬ જેટલા ચૂંટાયેલા સાંસદોએ એફીડેવીટમાં પોતાની સામે થયેલા ગુનાહિત કેસો એટલે નોંધાયેલા ગુનાની વિગતો આપી છે. જ્યારે કોંગ્રેસના તો હાલ માત્ર ૫૧ સાંસદો છે. જેમાંથી ૨૯ એવા છે કે જેની સામે એક યા બીજા પ્રકારના ગુનાઓ અંગે વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાયેલી છે. આમ અંદાજે ૫૭ ટકા કોંગી સાંસદો દાગી ૨૨માંથી ૯, જેડીયુના ૧૬માં થી ૧૩ સાંસદો કલંકીત ઈતિહાસ ધરાવનારા છે. સંખ્યાની દૃષ્ટિએ જાેઈએ તો ભાજપના ૧૧૬ સાંસદો સાથે આવા કલંકિત ઈતિહાસ ધરાવનારાઓની યાદીમાં સૌથી મોટી પાર્ટી છે. જાે કે તેની સભ્યસંખ્યા ૩૦૧ હોવાના કારણે ટકાવારી ૩૯ ટકા સાંસદો ‘દાગ’ ધરાવનારા છે. જ્યારે ટકાવારીની દૃષ્ટિએ જાેઈએ તો બિહારમાં ભાજપ જેનો ભાગીદાર છે ત્યાંના મુખ્યમંત્રી નીતિશકુમારના પક્ષ જનતાદળ (યુ)ના જે ૧૬ સાંસદો છે તે પૈકી ૧૩ સામે વિવિધ પ્રકારના ગુનાઓ નોંધાયેલા હોવાના કારણે તે તેની ટકાવારી ૮૧ ટકાને પણ આંબી જાય છે. આમ ટકાવારીની દૃષ્ટિએ આ બાબતમાં જેડીયુ નંબર વન છે તેમ કહી શકાય. અત્યારે આમ જુઓ તો શીવસેના અને અકાલીદળ એન.ડી.એ.ના ઘટક એટલે કે ભાજપના સત્તાના ભાગીદાર ન હોવાના કારણે તેનો સમાવેશ ન થાય પરંતુ જનતાદળ (યુ) ભાજપ ગણીએ તો ફરી ભાજપ મોખરે થાય છે અને કોંગ્રેસની સમકક્ષ આવી જાય છે.

 

politics 2 ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓમાં દાગીઓનો દબદબો !!?
આ પ્રકારની વિગતો રાખતી સંસ્થા એસીસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા તાજેતરમાં જે લોકસભાના જીતેલા ૫૩૯ ઉમેદવારોનું જે વિશ્લેષણ કર્યુ છે તેનું તારણ એવું છે કે ચૂંટાયેલા સાંસદોમાં ૪૩ ટકા સાંસદોએ એવું કબૂલ કર્યું છે કે તેની સામે ગુનાહિત કેસો થયેલા છે. એટલે કે ૫૩૯ પૈકી ૨૩૩ સાંસદો ગુનાહિત ઈતિહાસવાળા છે. જે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા સાંસદો કરતાં ૯ ટકા વધારે છે. તે વખતે (૨૦૧૪)માં આ ટકાવારી ૩૪ ટકા હતી. એક અહેવાલ પ્રમાણે ૧૯૯૯, ૨૦૦૪ અને ૨૦૦૯માં આ ટકાવારી ૩૦ ટકા આસપાસ હતી. ટૂંકમાં કહીએ તો ગુનાહિત સાંસદોની સંખ્યામાં પણ પેટ્રોલ ડિઝલના ભાવોની જેમ દર પાંચ વર્ષે વધારો થતો રહે છે.

politics 3 ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓમાં દાગીઓનો દબદબો !!?

પક્ષપલ્ટો કરીને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ ભલે સંસદમાં ઓછી છે પરંતુ રાજ્યોની વિધાનસભાઓમાં તો વધારે છે. ચૂંટણી નજીક આવે ત્યારે ઘણા ધારાસભ્યો પક્ષપલ્ટુ એટલે કે બાગી બની જતા હોય છે. ગુજરાતમાં તો ૨૦૧૭ પહેલા અને ત્યારબાદ આ વાત અનુભવી છે. દાગીઓ પહેલા પણ હતા અને આજે પણ છે તેમાં કોઈ સભ્યસંખ્યા ઘટતી નથી. બીજી રસપ્રદ વાત એ છે કે ચૂંટણી પહેલા થતાં પક્ષપલ્ટાનું કારણ પોતાની ટિકિટ કપાવાનો ડર હોય છે અથવા તો કેન્દ્રના સત્તાધારી પક્ષમાં જાેડાશે તો તેમનો વિજય નિશ્ચિત થશે તેવી લાગણી પણ હોય છે. જાે કે આ તો પક્ષપલ્ટુઓની વાત થઈ. હવે દાગી એટલે કે કલંકીત ઈતિહાસ ધરાવનારાઓની યાદી પણ ઘણી મોટી છે અને તેનો પૂરાવો અગાઉ જણાવી ગયા તે પ્રમાણે ચૂંટણી ટાણે ભરાનારા ફોર્મ પરથી જ મળી રહે છે.

 

હવે આશ્ચર્યની વાત એ છે કે રાજકારણીઓ સામે નોંધાતા ગુનાઓના કેસ ચલાવવામાં વિલંબ થાય છે અને નિયમ અને કાયદા પ્રમાણે આવા સાંસદો સામે કેસ સાબિત થતાં વાર લાગે છે અને જ્યાં સુધી કોઈપણ વ્યક્તિ સામે ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે કાયમી ધોરણે આરોપી ગણી શકાય નહિ. એટલે તો ઘણા રાજકારણીઓ તો ‘વટ’ થી પોતાની ચૂંટણીમાં ઉમેદવારી સમયની એફિડેવીટમાં પોતાની સામે નોંધાયેલા ગુનાઓનો ઉલ્લેખ કરે છે. જાે કે આના માટે એક એવું પણ અપાય છે કે રાજકારણીઓ સામે નોંધાતા ગુનાઓના કેસ માટે ફાસ્ટટ્રેક કોર્ટની અછત છે. આ અછતના લીધે આ પ્રકારની સ્થિતિ અવારનવાર સર્જાય છે. જાે કે ભૂતકાળમાં એટલે કે ટી.એન. શેષાન ચૂંટણી કમિશ્નર હતા ત્યારે તેમણે ઘણા ચૂંટણી સુધારા કર્યા હતા. આ અંગે ઘણા બંધારણ નિષ્ણાતો કહે છે કે ચૂંટણીપંચ જાે એવો નિયમ બનાવે કે જેમની સામે નાનકડા ગુનાની પણ ફરિયાદ થઈ હોય તો પણ તે ફરિયાદનો નિકાસ ન થાય ત્યાં સુધી ચૂંટણી લડી શકશે નહિ (જાે કે આપણા રાજકારણીઓ આમા પણ પોતાની રીતે છટકબારી શોધી લે તેવા છે) તો કદાચ લોકસભા અને વિધાનસભાઓમાં દાગી સભ્યોની સંખ્યા ઘટી શકે તેમ છે.suprime court ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓમાં દાગીઓનો દબદબો !!?

તાજેતરમાં સુપ્રિમ કોર્ટે પણ એવી ટકોર કરી જ છે કે ગુનેગારોને રાજકારણમાં આવતા કે ચૂંટણી લડતા રોકવા ન્યાયતંત્ર કશું કરી શકતું નથી. જસ્ટીસ આર.એફ. નરીમાન અને જસ્ટીસ બી.આર. ગવઈની બેંચે પોતાની પાસે આવેલી એક અરજીના અનુસંધાનમાં કહ્યું છે કે આ બાબતમાં રાજકારણીઓની ગુનાખોરી અંગે ચૂંટણી પંચે નિયમિત યાદી અપલોડ કરવી જાેઈએ અથવા તો નિયમ બનાવવો જાેઈએ કે જેના કારણે ગુનેગારો ચૂંટણી જ લડી શકે નહિ. પરંતુ આવું કોણ કરે ?

તારીખ પે તારીખ! / એક શખ્સે ગુસ્સામાં આવીને જજને કહ્યુ- તારીખ પે તારીખ, પછી બગડ્યો મામલો

પોર્નોગ્રાફી કેસ / ધરપકડથી બચવા માટે રાજ કુંદ્રાએ રમ્યો હતો મોટો દાવ, ફરાર આરોપી યશ ઠાકુરે કર્યો દાવો