Not Set/ PM મોદીએ બે હાઈવેનો શિલાન્યાસ કર્યો, ખેડૂતોને લઇ કહ્યું, …

કેન્દ્ર સરકારે આજે મહારાષ્ટ્રના પંઢરપુરને મોટી ભેટ આપી છે. PM મોદીએ સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગ અને સંત તુકારામ મહારાજ પાલખી માર્ગનો શિલાન્યાસ કર્યો

India
પંઢરપુરને PM મોદીએ બે હાઈવેનો શિલાન્યાસ કર્યો, ખેડૂતોને લઇ કહ્યું, ...

કેન્દ્ર સરકારે આજે મહારાષ્ટ્રના પંઢરપુરને મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ શ્રીસંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગ અને સંત તુકારામ મહારાજ પાલખી માર્ગ એમ બે હાઈવેનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે શ્રીસંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગનું નિર્માણ પાંચ તબક્કામાં થશે અને સંત તુકારામ મહારાજ પાલખી માર્ગનું નિર્માણ ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. તેના નિર્માણમાં લગભગ 1,200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ શિલાન્યાસ દરમિયાન PM મોદીએ ખેડૂતોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ, ભારતના આદર્શોને અહીંના ધરતી પુત્ર સદીઓથી જીવંત રાખે છે. સાચો અન્નદાતા સમાજને જોડે છે, સમાજ માટે જીવે છે. સમાજની પ્રગતિ તમારામાં છે અને તમારી પ્રગતિમાં જ સમાજની પ્રગતિ છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આપણા ભારત પર ઘણા હુમલા થયા છે! આ દેશ સેંકડો વર્ષોની ગુલામીમાં જકડાયેલો હતો. કુદરતી આફતો આવી, પડકારો આવ્યા, મુશ્કેલીઓ આવી, પણ ભગવાન વિઠ્ઠલદેવ પ્રત્યેની આપણી શ્રદ્ધા, આપણી આસ્થા અવિરત ચાલુ જ રહી છે. આજે પણ, આ યાત્રાને વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી સામૂહિક યાત્રા તરીકે, લોક ચળવળ તરીકે જોવામાં આવે છે. ‘અષાઢ એકાદશી’ના દિવસે પંઢરપુરની યાત્રાનું દ્રશ્ય અદ્ભુત હોય છે. હજારો-લાખો ભક્તોનો અવિરત વહેતો પ્રવાહ જોવ જેવો હોય છે.

પીએમ મોદીએ કહ્યું કે ભગવાન વિઠ્ઠલનો દરબાર દરેક માટે સમાન રીતે ખુલ્લો છે. અને જ્યારે હું સબકા સાથ-સબકા વિકાસ-સબકા વિશ્વાસ કહું છું ત્યારે તેની પાછળ પણ એ જ ભાવના છે. આ ભાવના આપણને દેશના વિકાસ માટે પ્રેરિત કરે છે, સૌને સાથે લઈ જાય છે, સૌના વિકાસ માટે પ્રેરણા આપે છે.

ઇતિહાસ

મહારાષ્ટ્રના સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાનોમાંનું એક, પંઢરપુર ભીમા નદીના કિનારે આવેલું છે, જે તેના અર્ધચંદ્રાકાર આકારને કારણે વૈકલ્પિક રીતે ચંદ્રભાગા તરીકે ઓળખાય છે. ભગવાન વિઠ્ઠલ અથવા વિઠોબાના મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં આવે છે, જેને પાંડુરંગ અને પંઢરીનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં વિઠોબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. પંઢરપુર મંદિરમાં વિઠોબાની પૂજા 13મીથી 17મી સદી દરમિયાન ભક્તિ પરંપરામાં પુરાણોની સામગ્રી અને મહારાષ્ટ્ર અને કર્ણાટકના વૈષ્ણવ સંતોના યોગદાન પર આધારિત છે.

ગુજરાત / રાજ્યમાં રહેણાંક સોસાયટી માટે નવી CCTV પોલિસી અમલી બનશે

Technology / વોટ્સએપ પર અજાણ્યા નંબરથી આવે છે ગુડ મોર્નિંગ મેસેજ, તો સાવધાન

Technology / ફોનમાં એક્ટિવ ઈન્ટરનેટ ન હોવા છતાં પણ વોટ્સએપ વેબ ચાલી શકશે, આ રીતે કરો કનેક્ટ

ધાર્મિક / જો ઘરમાં ઉંદરો હોય તો ધનની સાથે બુદ્ધિનો પણ વિનાશ થઈ શકે છે !

ધર્મ વિશેષ / શું તમે જાણો છો કે શા માટે મંદિરમાં પ્રતિમાની આસપાસ પ્રદક્ષિણા ફરીએ છીએ?