Not Set/ શાઓમી જાન્યુઆરીમાં બહાર પાડશે 48 મેગાપિક્સલ કેમેરા સાથે નવો સ્માર્ટફોન

ચાઈનીઝ સ્માર્ટફોન બનાવતી કંપની શાઓમી એક પછી એક નવાં સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. ભારતમાં અને સમગ્ર વિશ્વમાં રેડમી નોટ 6 પ્રો લોન્ચ કર્યા બાદ હવે કંપની આવતાં વર્ષે 2019 માં નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. શાઓમીનાં પ્રેસિડેન્ટ લીન બિને પોસ્ટ શેર કરી હતીજેમાં એમણે જણાવ્યું હતું કે, શાઓમીનો નવો સ્માર્ટફોન જાન્યુઆરી 2019 માં લોન્ચ […]

India Trending
xiaomi 48mp 660 120718011508 શાઓમી જાન્યુઆરીમાં બહાર પાડશે 48 મેગાપિક્સલ કેમેરા સાથે નવો સ્માર્ટફોન

ચાઈનીઝ સ્માર્ટફોન બનાવતી કંપની શાઓમી એક પછી એક નવાં સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. ભારતમાં અને સમગ્ર વિશ્વમાં રેડમી નોટ 6 પ્રો લોન્ચ કર્યા બાદ હવે કંપની આવતાં વર્ષે 2019 માં નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની છે.

શાઓમીનાં પ્રેસિડેન્ટ લીન બિને પોસ્ટ શેર કરી હતીજેમાં એમણે જણાવ્યું હતું કે, શાઓમીનો નવો સ્માર્ટફોન જાન્યુઆરી 2019 માં લોન્ચ થશે. આ ફોનમાં 48 મેગાપિક્સલ કેમેરા હશે. આ વાતની શાઓમી ભારતનાં હેડ મનુ કુમાર જૈને પણ ખાતરી આપતાં જણાવ્યું હતું કે આ ફોનમાં સ્નેપડ્રેગન 675 પ્રોસેસર હશે જે 48 મેગાપિક્સલ કેમેરા સેન્સરને સપોર્ટ કરશે.

જોકે આ ફોનનું શું નામ હશે, એની કિંમત વિશેની કોઈ જાણકારી હજી બહાર પાડવામાં આવી નથી.