Not Set/ હનુમાન જયંતી: ભારતમાં માત્ર આ બે સ્થળે જ આરામની મુદ્રામાં રહેલા હનુમાનજીની મૂર્તિના થાય છે દર્શન

 અરવલ્લી, ભારતમાં માત્ર બે જગ્યાએ જ આરામની મુદ્રામાં રહેલા હનુમાનજીની મૂર્તિના દર્શન થાય છે. એક અલ્હાબાદના ત્રિવેણી સંગમ ખાતે અને બીજા અરવલ્લી જિલ્લાના મોડાસા પાસેના સાકરીયા ખાતે ભીડ ભંજન હનુમાનજીના દર્શન થાય છે. પાંડવકાળથી અહીંયા હનુમાનજી આરામની મુદ્રામાં બીરાજમાન હોવાની ભક્તો માટે ભીડ ભંજન હનુમાનજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આજે હનુમાન જયંતીની ઉજવણીના ભાગરૂપે […]

Top Stories Trending
rer 7 હનુમાન જયંતી: ભારતમાં માત્ર આ બે સ્થળે જ આરામની મુદ્રામાં રહેલા હનુમાનજીની મૂર્તિના થાય છે દર્શન

 અરવલ્લી,

ભારતમાં માત્ર બે જગ્યાએ જ આરામની મુદ્રામાં રહેલા હનુમાનજીની મૂર્તિના દર્શન થાય છે. એક અલ્હાબાદના ત્રિવેણી સંગમ ખાતે અને બીજા અરવલ્લી જિલ્લાના મોડાસા પાસેના સાકરીયા ખાતે ભીડ ભંજન હનુમાનજીના દર્શન થાય છે. પાંડવકાળથી અહીંયા હનુમાનજી આરામની મુદ્રામાં બીરાજમાન હોવાની ભક્તો માટે ભીડ ભંજન હનુમાનજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

rer 8 હનુમાન જયંતી: ભારતમાં માત્ર આ બે સ્થળે જ આરામની મુદ્રામાં રહેલા હનુમાનજીની મૂર્તિના થાય છે દર્શન

આજે હનુમાન જયંતીની ઉજવણીના ભાગરૂપે ગ્રામજનો દ્વારા તડામાર તૈયારી કરી હતી હનુમાન જયંતીની ઉજવણીના ભાગરૂપે ભીડભંજન હનુમાન મંદિર સાકરીયાના ગ્રામજનો દ્વારા દર્શનાર્થીઓના ઘસારાને પહોંચી વળવા માટે અલગ અલગ ત્રણ પ્રવેશ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે. હનુમાન જયંતીના પાવનપર્વ નિમિત્તેઆજેદાદાને લાખો રૂપિયાની કિંમતના સોના ચાંદીના હિરાજડીત આભુષણો અર્પણ કરાયા છે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે 10 હજાર ઉપરાંત પ્રસાદીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા..

જેમાં ચૂંટણી વિભાગ દ્વારા મતદાન જાગૃતિના સ્ટીકર લગાડવા માટે પણ આયોજન હાથ ધરવામાં આવ્યુ હતું. હનુમાન જયંતી મહોત્સવમાં 25000 કરતા વધુ શ્રધ્ધાળુઓ માટે મહાપ્રસાદીનુ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મારૂતિ મહાયજ્ઞનુ ભવ્યઆયોજન કરાયુ છે. જેમાં 100 કરતા વધુ દંપતિઓ મહાયજ્ઞમાં યજમાનપદે બેસી મારૂતિ યજ્ઞનો લ્હાવો લેવાના છે.