Not Set/ માયાવતીનાં પીએમ પર પ્રહારો બાદ રાજનાથ સિંહે સંભાળ્યો મોરચો, કહ્યુ 23 તારીખ તો આવા દો..

માયાવતીનાં પીએમ મોદી અને RSSને લઇને કરવામાં આવેલા પ્રહારનો જવાબ આપવા આપવા રાજનાથ સિંહ હવે મેદાને આવી ગયા છે. તેમણે માયાવતીને ટિપ્પણીનો જવાબ આપતા કહ્યુ કે, જેની પોતાની નાવ ડૂબી રહી હોય, તેને બીજાની નાવ કેવી રીતે દેખાઇ શકે છે, ચુંટણીનું પરીણામ આવવા દો, ખબર પડી જશે. માયાવતીએ આ પહેલા એક પછી એક ટ્વિટ કરતા […]

Top Stories India Politics
pjimage 16 માયાવતીનાં પીએમ પર પ્રહારો બાદ રાજનાથ સિંહે સંભાળ્યો મોરચો, કહ્યુ 23 તારીખ તો આવા દો..

માયાવતીનાં પીએમ મોદી અને RSSને લઇને કરવામાં આવેલા પ્રહારનો જવાબ આપવા આપવા રાજનાથ સિંહ હવે મેદાને આવી ગયા છે. તેમણે માયાવતીને ટિપ્પણીનો જવાબ આપતા કહ્યુ કે, જેની પોતાની નાવ ડૂબી રહી હોય, તેને બીજાની નાવ કેવી રીતે દેખાઇ શકે છે, ચુંટણીનું પરીણામ આવવા દો, ખબર પડી જશે.

માયાવતીએ આ પહેલા એક પછી એક ટ્વિટ કરતા લખ્યુ કે, ‘તેનો જીવતુ જાગતુ પ્રમાણ તે છે કે RSS એ પણ તેમનો સાથ છોડી દીધો છે, જેના કારણે મોદીનો પરસેવો છુટી રહ્યો છે.’ માયાવતીનાં આ ટ્વિટ બાદ રાજનાથ સિંહે મીડિયા સમક્ષ કહ્યુ કે, માયાવતીજીને કહેવા દો, ચુંટણી પરીણામ આવવા દો, ખબર પડી જશે કે કોની નાવ ડૂબી છે. તેમણે કહ્યુ કે, જેમની પોતાની નાવ ડૂબી છે, પોતે ડૂબેલા છે, તેમને આ કેવી રીતે દેખાય છે. RSS વિશે વરિષ્ઠ નેતાએ કહ્યુ કે, જ્યા સુધી RSSનો સવાલ છે, તે કોઇ રાજનીતિક સંગઠન નથી, આ સામાજીક, સાંસ્કૃતિક સંગઠન છે. સાથે તેમણે કહ્યુ કે, સપા અને બસપા બંન્નેની વિશ્વસનીયતામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે,  આ પહેલા સોમવારનાં રોજ માયાવતીએ પીએમ મોદી પર પર્સનલ અટૈક કરતા કહ્યુ હતુ કે, ભાજપનાં નેતાઓની પત્નિઓ પોતાના પતિનાં મોદીની નજીક જવા પર હવે ડરી રહી છે. માયાવતીએ શાબ્દિક પ્રાહોરને યથાવત રાખતા આજે મંગળવારનાં રોજ પણ પીએમ મોદી અને આરએસએસ પર નિવેદન આપ્યુ હતુ. તેણે કહ્યુ કે, હવે RSS પણ ભાજપથી કિનારો કરી રહી છે, તે જ કારણ છે કે, RSS નાં લોકો આ ચુંટણીમાં મેદાનમાં જોવા મળ્યા નથી.