Not Set/ પીજીમાં રહેતી યુવતીઓનાં બાથરૂમમાં ગોઠવ્યા સ્પાય કેમેરા, આરોપીને મળી ગયા તાત્કાલિક જામીન

ચાંદખેડા, અમદાવાદમાં અનેક વિસ્તારોમાં પેઇંગ ગેસ્ટમાં યુવતીઓ રહેતી હોય છે. જો તમે પણ પીજીમાં રહી રહ્યા છો તો આવી યુવતીઓએ સાવધ થઇ જવાની જરૂર છે કારણકે બની શકે બાથરૂમની અંદર તેના પર સ્પાય કેમ નજર રાખી રહ્યો હોય. ચાંદખેડામાં આવી જ એક ઘટના સામે આવી છે. શેરના ચાંદખેડા વિસ્તારમાં લોકોને શરમમાં મુકીદે તેવી શરમજનક કરતુત […]

Top Stories
featurephoto પીજીમાં રહેતી યુવતીઓનાં બાથરૂમમાં ગોઠવ્યા સ્પાય કેમેરા, આરોપીને મળી ગયા તાત્કાલિક જામીન

ચાંદખેડા,

અમદાવાદમાં અનેક વિસ્તારોમાં પેઇંગ ગેસ્ટમાં યુવતીઓ રહેતી હોય છે. જો તમે પણ પીજીમાં રહી રહ્યા છો તો આવી યુવતીઓએ સાવધ થઇ જવાની જરૂર છે કારણકે બની શકે બાથરૂમની અંદર તેના પર સ્પાય કેમ નજર રાખી રહ્યો હોય. ચાંદખેડામાં આવી જ એક ઘટના સામે આવી છે.

શેરના ચાંદખેડા વિસ્તારમાં લોકોને શરમમાં મુકીદે તેવી શરમજનક કરતુત 56 વર્ષના નરાધમે કરી છે. આ ઘટનાએ સૌ કોઇને ચોંકાવી દીધા છે. ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતીઓના બાથરૂમમાંથી સ્પાય કેમ મળી આવતા પોલીસ દોડતી થઇ ગઇ છે. જો કે આ કેમેરો મકાન માલિક દ્વારા લગાવવામાં આવ્યો હોવાની જાણ થતાં જ પોલીસે આરોપી વિરૂદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ અશોક વિહારમાં રહેતો અને ટોરેન્ટ પાવરમાં એન્જીનીયર તરીકે રમેશ ગોસાઇ નોકરી કરતો હતો. આ રમેશ ગોસાઇ આવી જ રીતે પેઇંગ ગેસ્ટ તરીકે ફલેટ ભાડે આપવાનો ધંધો કરતો હતો. રમેશ ગોસાઇના ફલેટમાં યુવતીઓ પીજી તરીકે રહેતી હતી આ યુવતીઓને ન્યૂડ જોવા માટે રમેશ ગોસાઇએ ફલેટના બાથરૂમમાં હિડન કેમેરા ફિક્સ કર્યો હતો. જેના પર યુવતીની નજર પડતા તેણે આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે કેમેરો કબ્જે કરીને રમેશ ગોસાઇની ધરપકડ કરી હતી. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે રમેશ ગોસાઇને તાત્કાલીક જામીન મળી ગયા હતા.

પીઆઈ એ.સી. પટેલે જણાવ્યું કે, યુવતી જયારે સવારમાં બાથરૂમમાં હાથપગ ઘોવા માટે ગઈ તે સમયે તેણે આ સ્પાય કેમેરો જોયો હતો અને પોલીસ સ્ટેશન આવતા ફરિયાદ લઈ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી રમેશ ગોસાઈ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે. હાલમાં પોલીસે આરોપી રમેશ ગોસાઈની પુછપરછ શરુ કરીને વધુ તપાસ હાથ ધરી છે.