બ્રિટન/ NIAએ લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં હુમલાખોરોને ઓળખવા માટે પ્રજાની મદદ માંગી,CCTV ફૂટેજ જાહેર કર્યા

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આ વર્ષે માર્ચ મહિનામાં લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાન સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન અને તોડફોડની તપાસ શરૂ કરી છે

Top Stories India
9 1 7 NIAએ લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં હુમલાખોરોને ઓળખવા માટે પ્રજાની મદદ માંગી,CCTV ફૂટેજ જાહેર કર્યા

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આ વર્ષે માર્ચ મહિનામાં લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાન સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન અને તોડફોડની તપાસ શરૂ કરી છે. NIAએ હિંસક પ્રદર્શનો અને તોડફોડના પ્રયાસોમાં સામેલ લોકોની ઓળખ કરવા માટે જનતાની મદદ માંગી છે. આ માટે NIAએ ઘટનાના દિવસના CCTV ફૂટેજ પણ જાહેર કર્યા છે. હકીકતમાં, NIA બ્રિટનની રાજધાની લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાન તરફી વિરોધ દરમિયાન ઘડવામાં આવેલા ષડયંત્રની તપાસ કરી રહી છે.

અગાઉ, એજન્સીને વિરોધ દરમિયાન કાવતરામાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIની સંડોવણી અંગેના ઇનપુટ મળ્યા હતા. આ પછી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે NIA દ્વારા તપાસ કરાવવા માટે લીલી ઝંડી આપી દીધી હતી. 19 માર્ચે પંજાબમાં અમૃતપાલ અને તેના સમર્થકો સામે પોલીસ કાર્યવાહીને લઈને ખાલિસ્તાન સમર્થકોએ લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ખાલિસ્તાન સમર્થકોએ હાઈ કમિશન બિલ્ડિંગ પર તિરંગો ઉતારી દીધો હતો અને હાઈ કમિશનમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં એક પ્રદર્શનકારી હાઈ કમિશનની બાલ્કની પર ચડતો અને પછી ભારતીય ધ્વજને નીચે ખેંચતો જોવા મળે છે.

ભારતે આ ઘટના પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનના અધિકારીઓને બોલાવ્યા હતા. ભારતે બ્રિટનને ગુનેગારોની ઓળખ કરવા અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા સાથે સાથે આવી ઘટનાઓ ફરીથી ન બને તેની ખાતરી કરવા અને હાઈ કમિશનની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું હ