Gujarat Visit/ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોચ્યા,મુખ્યમંત્રીએ કર્યુ ભાવભર્યુ સ્વાગત

જરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,પ્રોટોકોલ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા,અમદાવાદના મેયર કિરીટ પરમાર અને મુખ્ય સચિવ પંકજ કુમાર તથા પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા વગેરેએ તેમનું ભાવભર્યુ સ્વાગત અભિવાદન કર્યું હતું

Top Stories Gujarat Uncategorized
7 3 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોચ્યા,મુખ્યમંત્રીએ કર્યુ ભાવભર્યુ સ્વાગત

સોમવારે સવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અમદાવાદ આવી પહોંચ્યા ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,પ્રોટોકોલ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા,અમદાવાદના મેયર કિરીટ પરમાર અને મુખ્ય સચિવ પંકજ કુમાર તથા પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા વગેરેએ તેમનું ભાવભર્યુ સ્વાગત અભિવાદન કર્યું હતું

 ઉલ્લેખનીય છે કે  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજ સોમવારથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવી પહોચ્યા છે.  રાષ્ટ્રપતિ ભવન દ્વારા રવિવારે જારી એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. નિવેદનમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પ્રથમ ગુજરાત મુલાકાત હશે. નિવેદન અનુસાર, મુર્મુ સોમવારે અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લઈને તેમના પ્રવાસની શરૂઆત કરશે.  ગાંધીનગર ખાતે આરોગ્ય, સિંચાઈ, પાણી પુરવઠા અને બંદર વિકાસ સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન,શિલારોપણ કરશે.મુર્મુ 4 ઓક્ટોબરે મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ગુજરાત યુનિવર્સિટીનું સ્ટાર્ટ-અપ પ્લેટફોર્મ ‘હાર્સ્ટાર્ટ’ લોન્ચ કરશે અને અમદાવાદ સ્થિત યુનિવર્સિટીમાં શિક્ષણ અને આદિજાતિ વિકાસ સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.