Crime/ ભાગેડૂ સાંડેસરા બંધુ પર મનીલોન્ડ્રિંગ એક્ટ હેઠળ ઇડીની કાર્યવાહી, જાણો શું હાથ લાગ્યું ?

આ કંપની ગુજરાત સ્થિતિ ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટેકના કથિત લોન કૌભાંડના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા વધુ રૂ. 20 કરોડથી વધારે મૂલ્યની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

Top Stories Gujarat Others
khel 13 ભાગેડૂ સાંડેસરા બંધુ પર મનીલોન્ડ્રિંગ એક્ટ હેઠળ ઇડીની કાર્યવાહી, જાણો શું હાથ લાગ્યું ?
  • ઇડીએ 14,543 કરોડની સંપત્તિ કરી સીલ
  • પાંચ સ્થાવર મિલકત પર ઇડીનો સપાટો
  • પાંચ બેંક એકાઉન્ટ પણ જપ્ત કરાયા
  • બેંકો સાથે કર્યું છે 15 હજાર કરોડનું કૌભાંડ
  • વિદેશ ભાગી ચૂક્યા છે સાંડેસરા બંધુ
  • મનીલોન્ડ્રિંગ એક્ટ હેઠળ ઇડીની કાર્યવાહી
  • 20.77 કરોડના શેર પણ જપ્ત કરાયા

સ્ટર્લિંગ બાયોટેક કંપનીના ભાગેડુ જાહેર સાંડેસરા બંધુ સામે રૂ. 8100 કરોડના બેંક કૌભાંડ અને મની લોંડરિંગનો કેસ ચાલી રહ્યો છે અને તેઓ લગભગ ત્રણ વર્ષથી ભારત છોડીને ફરાર થઇ ગયા છે.  આ કંપની ગુજરાત સ્થિતિ ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટેકના કથિત લોન કૌભાંડના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા રૂ. 20 કરોડથી વધારે મૂલ્યની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. જેમાં 20.77કરોડના શેરનો સમાવેશ થાય છે. તો કંપનીના પાંચ બેંક એકાઉન્ટપણ જપ્ત કરવામાં આવ્યા છે. જુદી જુદી બેંકો સાથે રૂ. 15000 કરોડનું કૌભાંડ કરી આ બેલડી વિદેશ ભાગી ગઈ હતી.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા શિમનિત ઉત્શ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની અને તેના ડિરેક્ટરોની પાંચ મિલકતો અને એટલી જ સંખ્યામાં બેંક એકાઉન્ટ ટાંચમાં લેવામાં માટે કામચલાઉ આદેશ જારી કરવામાં આવ્યો છે. ટાંચમાં લેવાયેલી સંપત્તિઓનું કુલ મૂલ્ય રૂ. 20.77 કરોડ છે. તપાસ એજન્સીએ આ કેસમાં અગાઉ આવા 14 આદેશ જારી કરીને રૂ. 14543 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હતી. વડોદરા સ્થિત સ્ટર્લિંગ બાયોટેક ગ્રૂપની માલિકી સાંડેસરા બુંધુઓ નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા પાસે છે.

નોંધનીય છે કે, સ્ટર્લિંગ બાયોટેકના માલિક સાંડેસરા બુંધુઓ પર બેન્કો સાથે રૂ. 15,000 કરોડની છેતરપીંડિ કરી હોવાનો આરોપ છે. જે નીરવ મોદી અને મીહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેન્ક સાથે કરેલી રૂ. 14,000 કરોડની છેતરપીંડિ કરતા મોટું બેન્ક કૌભાંડ છે. બેન્કો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડિ કરીને સાંડેસરાઓ બંધુઓ વિદેશ ભાગી ગયા છે. મુંબઇની વિશેષ PMLA અદાલતે સાંડેસરા બુંધુઓ, દિપ્તી સાંડેસરા (ચેતન સાંડેસરાની પત્ની) અને હિતેશ પટેલ (સાંડેસરા પરિવારના સભ્ય)ને ભાગેડુ જાહેર કર્યા છે.

Russia Ukraine Crisis/ રશિયાએ ડોનેટ્સક અને લુહાન્સ્કમાંથી 2389 બાળકોનું અપહરણ કર્યું : US એમ્બેસીનો દાવો

Russian President/ વ્લાદિમીર પુતિનની કથિત ગર્લફ્રેન્ડ એલિના કોણ છે ? તેનો વિરોધ કેમ થઇ રહ્યો છે ?

Photos/ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ગ્લેન મેક્સવેલે ભારતીય મૂળની યુવતી સાથે કર્યા લગ્ન, જુઓ વાયરલ તસવીરો