Not Set/ કાનપુરમાં પેસેન્જર ટ્રેનનાં 4 કોચ ટ્રેક પરથી ખસ્યા, મોટી દુર્ઘટના ટળી

કાનપુરમાં એક મોટી રેલ્વે દુર્ઘટના ટળી છે. બુધવારે સવારે કાનપુરથી લખનઉ જતી પેસેન્જર ટ્રેનનાં 4 કોચ કાનપુર સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર 3 પર ટ્રેક બદલતા સમયે ખસી ગયા હતા. દરમિયાન ટ્રેને કાનપુર સ્ટેશનની બાઉન્ડ્રીને પણ તોડી દીધી હતી. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. રેલ્વેનાં અધિકારીઓ ઘટના પર છે અને ટ્રેનને એકવાર ફરી […]

Top Stories India
railaccident કાનપુરમાં પેસેન્જર ટ્રેનનાં 4 કોચ ટ્રેક પરથી ખસ્યા, મોટી દુર્ઘટના ટળી

કાનપુરમાં એક મોટી રેલ્વે દુર્ઘટના ટળી છે. બુધવારે સવારે કાનપુરથી લખનઉ જતી પેસેન્જર ટ્રેનનાં 4 કોચ કાનપુર સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર 3 પર ટ્રેક બદલતા સમયે ખસી ગયા હતા. દરમિયાન ટ્રેને કાનપુર સ્ટેશનની બાઉન્ડ્રીને પણ તોડી દીધી હતી. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. રેલ્વેનાં અધિકારીઓ ઘટના પર છે અને ટ્રેનને એકવાર ફરી ટ્રેક પર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

ઘટના સ્થળે પહોંચેલા રેલ્વે અધિકારીઓ કહે છે કે, કાનપુર-લખનઉ મેમૂ આજે સવારે લખનઉથી કાનપુર આવી રહી હતી. કાનપુર સ્ટેશન પર ટ્રેક બદલતા સમયે ટ્રેનનાં ચાર કોચ ટ્રેક પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત દરમિયાન સ્ટેશનની બાઉન્ડ્રીનાં ઘણા થાંભલા તૂટી ગયા હતા. જે પછી હંગામો મચી ગયો હતો. મુસાફરોમાં અંધાધૂંધી ફેલાઇ ગઇ હતી.

કાનપુર-લખનઉ મેમુ લખનઉથી કાનપુર આવી રહી હતી. દરમિયાન, સ્ટેશન છોડતી વખતે આ ઘટના બની હતી. ટ્રેન ધીમી હોવાના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટ્રેનમાં લખનઉથી કાનપુર આવતા મુસાફરો સવાર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.