Not Set/ કચ્છના વધુ એક BJP ના નેતા છબીલ પટેલ પર મહિલાએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ

અમદાવાદ: કચ્છ છેલ્લા કેટલાક સમયથી ભાજપના નેતાઓ માટે બદનામી ભર્યું બની રહ્યું છે. કચ્છના BJP નેતા અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સામે એક વિધવા મહિલા દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ મહિલાના પત્રના આધારે દિલ્હીની દ્વારકા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ વિધવા મહિલા દ્વારા BJP નેતા છબીલ પટેલ પર […]

Top Stories Ahmedabad Gujarat India Others Trending Politics
Another a Kutch BJP leader Chhabil Patel has been accused for raping a widow woman

અમદાવાદ: કચ્છ છેલ્લા કેટલાક સમયથી ભાજપના નેતાઓ માટે બદનામી ભર્યું બની રહ્યું છે. કચ્છના BJP નેતા અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સામે એક વિધવા મહિલા દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ મહિલાના પત્રના આધારે દિલ્હીની દ્વારકા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ વિધવા મહિલા દ્વારા BJP નેતા છબીલ પટેલ પર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે, છબીલ પટેલે તેના પર દુષ્કર્મ આચર્યું છે. આ મહિલાએ દિલ્હીના દ્વારકા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવી છે. કચ્છના પૂર્વ જિલ્લા પ્રમુખ એવા જયંતિ ભાનુશાલી સામેના ચકચારી સુરત બળાત્કાર કેસમાં છબિલ પટેલનું નામ ઉછળ્યું હતું.

દિલ્હીના દ્વારકા પોલીસને એક મહિલા દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં તેણીએ લખ્યું છે કે, તેણીને એક એનજીઓ ખોલી આપવાની લાલચ આપી એક વ્યકિત બીજેપીના નેતા છબીલ પટેલના ફ્લેટ પર લઇ ગયો હતો. જ્યાં મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેના બિભત્સ ફોટા પાડવામાં આવ્યાં હતા. જેના કારણે મહિલાને વારંવાર બ્લેકમેઇલ કરવામાં આવતી હતી. એટલું જ નહી નેતાઓના હનીટ્રેપ માટે છબીલ પટેલ તેણીને વારંવાર દબાણ કરતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

આ મહિલાએ પોતાના ફરિયાદ પત્રમાં જણાવ્યું છે કે, “તે છબીલ પટેલને એક સામાજીક સમારોહમાં મળી હતી. ત્યાં તેમણે કહ્યું હતું કે, હું મારી કમાણીની 20 ટકા રકમ વિધવા મહિલા અને ગરીબ પરિવારમાં ખર્ચ કરું છું. છબીલ પટેલે મને પોતાની એનજીઓ બનાવી આપવાની વાત કરી હતી અને તેના કામ અંગે મને તે અવારનવાર દિલ્હી લઇ આવતો હતો.

ગત તા. 17 ફેબ્રુઆરી 2017ના દિવસે દિલ્હીના દ્વારકા સેક્ટરના એક અપાર્ટમેન્ટમાં તે મને લઇ ગયો અને કહ્યું હતું કે, તું ફ્રેશ થઇ જા પછી આપણે જઇએ. જેના પછી તેણે મને એક ચા આપી હતી, આ ચા પીધા પછી હું બેભાન થઇ ગઇ હતી. રાતે તેણે મારી સાથે દુષ્કર્મ કર્યું હતું અને મારી ઘણી તસવીરો પાડી હતી.

આ પછી તેણે મને ધમકાવીને કહ્યું હતું કે, હવે તું એ જ કરીશ જે હું કહીશ. આ પછી તેણે મને બ્લેકમેઇલ કરીને ઘણીવાર શારિરીક શોષણ કર્યું હતું. તેણે કહ્યું હતું કે, હવે તારે બિઝનેસમેન અને રાજનેતાને હનીટ્રેપમાં ફસાવવાના છે. આ વાત સાંભળીને હું ઘણી જ ડરી ગઇ હતી.

આ વિધવા મહિલાએ આ પત્રમાં લખ્યું છે કે, તેની પાસેથી સાત લાખ રૂપિયા પણ છબીલ પટેલે પડાવી પાડ્યા હોવાનો પણ આક્ષેપ કર્યું છે. છબીલ પટેલ દ્વારા તેને અને તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી મળતી હોવાની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ મામલે દિલ્હીની દ્વારકા પોલીસે મહિલાના આ પત્રની રજૂઆતના આધારે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.