income tax department/ આવકવેરા વિભાગ  રિટર્નમાં અનિયમિતતા મામલે લેશે આકરા પગલાં, 1.52 કરોડ લોકોની ઓળખ કરી

ભારતનું આવકવેરા વિભાગ કડક કાર્યવાહી કરતા આવકવેરા રિટર્નમાં અનિયમિતતા મામલે કરદાતાઓને લઈને આકરા પગલા લઈ શકે છે.

Top Stories Business
Beginners guide to 2024 04 15T112159.221 આવકવેરા વિભાગ  રિટર્નમાં અનિયમિતતા મામલે લેશે આકરા પગલાં, 1.52 કરોડ લોકોની ઓળખ કરી

આવકવેરા રિટર્ન ફાઈલ કરો છો તો આ બાબત પર અવશ્ય ધ્યાન આપજો. ભારતનું આવકવેરા વિભાગ કડક કાર્યવાહી કરતા આવકવેરા રિટર્નમાં અનિયમિતતા મામલે કરદાતાઓને લઈને આકરા પગલા લઈ શકે છે.  જે કરદાતાઓ  રિર્ટન ભરવામાં મર્યાદામાં આવ્યા પછી પણ ટેક્સ ચૂકવતા નથી અથવા ઓછો ટેક્સ ભરતા હોય છે. આ સાથે જોડાયેલા એક સમાચાર સામે આવ્યા છે.

દેશના આવકવેરા વિભાગે 1.52 કરોડ એવા લોકોની ઓળખ કરી છે જેમની પાસે આવક છે, અથવા જેમણે ટૅક્સ ડિડક્ટેડ એટ સોર્સ (ટીડીએસ) ચૂકવ્યો છે, પરંતુ તેમનું રિટર્ન ભર્યું નથી. સમાચાર એ છે કે આવકવેરા વિભાગ તે વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે ઝુંબેશ શરૂ કરશે જેમણે તેમના આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવા જરૂરી છે પરંતુ તેમ કર્યું નથી.

1.52 કરોડ લોકોની કરી ઓળખ

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 1.52 કરોડ એવા લોકોની ઓળખ કરી છે જેમની આવક છે અથવા TDS ફાઈલ કરવા છતાં રિટર્ન ફાઈલ કર્યું નથી. આ અહેવાલ મુજબ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે આવા ડિફોલ્ટર્સને ફીલ્ડ ફોર્મેશન દ્વારા 15 એપ્રિલ સુધીમાં તેમનો સંપર્ક કરવા જણાવ્યું છે.

કરદાતાઓ વધુ – વળતર ઓછું!

એક અધિકારીએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2022-23માં લગભગ 8.9 કરોડ આવકવેરા ભરનારા હતા જ્યારે 7.4 કરોડ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. અધિકારીએ એમ પણ કહ્યું કે રિટર્નની સંખ્યામાં સુધારેલા રિટર્નનો પણ સમાવેશ થાય છે. આનું પરિણામ એ છે કે કદાચ 1.97 કરોડ લોકો એવા હતા જેમણે TDS કપાત છતાં ITR ફાઈલ નથી કર્યું. જેમણે રિટર્ન ફાઈલ કર્યું ન હતું તેમાંથી 1.93 કરોડ વ્યક્તિગત કેટેગરીમાં હતા, 28,000 હિંદુ અવિભાજિત પરિવારો (HUF) અને 1.21 લાખ કંપનીઓના હતા. આ સિવાય બાકીના અન્ય કેટેગરીના હતા.

ફિલ્ડ ઓફિસરોને  આપી સૂચનાઓ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એવા ઘણા કિસ્સા હતા જેમાં PAN સાથે સંબંધિત બેંક ટ્રાન્ઝેક્શન ખૂબ જ વધારે હતા, જેના કારણે ITR ફાઈલ કરવું જરૂરી બન્યું હતું. આવી સ્થિતિમાં, આવકવેરા વિભાગે ક્ષેત્રના અધિકારીઓને સાચા ડેટા અને માહિતી સાથે આવા વ્યક્તિઓનો સંપર્ક કરવા અને તેમને શા માટે તેમની ITR ફાઇલ કરવાની જરૂર છે તે સમજાવવા કહ્યું છે. CBDT પાસે એવો ડેટા છે કે લગભગ 8,000-9,000 સંભવિત કરદાતાઓને ટેક્સ નોટિસ મોકલવામાં આવી રહી છે, જેમની સામે ડિપાર્ટમેન્ટ પાસે ઊંચી ટિકિટ ખરીદી અથવા ઊંચી રોકડ ડિપોઝિટનો રેકોર્ડ છે.

ડિફોલ્ટર્સને આપવો પડશે દંડ

જો તેઓ વિલફુલ ડિફોલ્ટર મળી આવે, તો આવા લોકોએ દંડ ભરવો પડશે પરંતુ જે કરદાતાઓ પાસે અચાનક આવકનું સાચું કારણ છે તેમણે સ્પષ્ટતા આપવી પડશે અથવા રિટર્ન ફાઇલ કરવું પડશે. ગયા મહિને, CBDTએ જણાવ્યું હતું કે 17 માર્ચ સુધી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 19.88 ટકા વધીને રૂ. 18.90 લાખ કરોડથી વધુ એડવાન્સ ટેક્સ કલેક્શનને કારણે થયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દિલ્હી-સુરતની ફ્લાઈટમાં એક યાત્રીએ કર્યું એવું કે, ત્યારબાદ તેની કરવી પડી ધરપકડ

આ પણ વાંચો:જૂનાગઢમાં મંગેતરે આપઘાત કરતાં યુવતીની પણ આત્મહત્યા

આ પણ વાંચો:CM ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે, ઉમેદવારના સમર્થનમાં કરશે પ્રચાર

આ પણ વાંચો:ભાવનગરમાં દારૂના રૂપિયાના બદલે ઠપકો આપતા પુત્રએ પિતાની હત્યા કરી