Bhavnagar murder/ ભાવનગરમાં દારૂના રૂપિયાના બદલે ઠપકો આપતા પુત્રએ પિતાની હત્યા કરી

ભાવનગરમાં પુત્રએ પિતાની હત્યા કરતા ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. શામપરા ગામમાં પુત્રએ પિતાને માર મારતા તેમનું મોત થયું હતું. પુત્ર અવારનવાર દારૂ પીને આવતો હતો.

Gujarat Others Trending Breaking News
Beginners guide to 35 ભાવનગરમાં દારૂના રૂપિયાના બદલે ઠપકો આપતા પુત્રએ પિતાની હત્યા કરી

ભાવનગરઃ ભાવનગરમાં પુત્રએ પિતાની હત્યા કરતા ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. શામપરા ગામમાં પુત્રએ પિતાને માર મારતા તેમનું મોત થયું હતું. પુત્ર અવારનવાર દારૂ પીને આવતો હતો. તેના પગલે તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો. પિતાએ ઠપકો આપતા પુત્રને ગુસ્સો આવ્યો હતો અને પિતાને માર મારતા તેમનું મોત થયું હતું.

ઘરમાં આ અગાઉ પણ પુત્રના દારૂ પીવાના પગલે ઝગડા થતાં જ હતા. પુત્ર યુવાન થયો હોવા છતાં કોઈ કામધંધો કરતો ન હતો અને દારૂ પીતો હતો. તેના પગલે પિતા તેને અવારનવાર ઠપકો આપતા રહેતા હતા. પિતાની હત્યા કરીને પુત્ર નાસી ગયો હતો,  સ્થાનિક પોલીસે તરત જ પુત્ર સામે હત્યાનો ગુનો નોંધ્યો છે અને આ માટે કુટુંબીઓ સહિત સ્થાનિકોએ સાક્ષી પણ આપી છે.

સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી દેવાઈ છે. તેમણે આરોપીને ટૂંક સમયમાં જ પકડી લેવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એસ.ટી બસના ડ્રાઇવરે યુવતી પર આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી યુવતીને ફસાવી

આ પણ વાંચોઃ  Bhuj Accident/ભુજમાં પ્રાણઘાતક અકસ્માત, તૂફાન પુલ સાથે અથડાતા ત્રણના મોત

આ પણ વાંચોઃ Loksabha Election 2024/આજથી ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરાશે, ત્રીજા તબક્કા માટે નામાંકન શરૂ

આ પણ વાંચોઃ ગુજરાત/રિલાયન્સે ગીર રક્ષિત વિસ્તારમાં 1,534 ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધીને સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરી