Surat/ એસ.ટી બસના ડ્રાઇવરે યુવતી પર આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી યુવતીને ફસાવી

સુરતમાં એસટીના ડ્રાઇવરે લગ્નની લાલચ આપી યુવતીને ફસાવી દુષ્કર્મ આચર્યું. યુવતી પોલિટેકનિકમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરતી હતી

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 04 11T165235.694 એસ.ટી બસના ડ્રાઇવરે યુવતી પર આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી યુવતીને ફસાવી

સુરતમાં એસટીના ડ્રાઇવરે લગ્નની લાલચ આપી યુવતીને ફસાવી દુષ્કર્મ આચર્યું. યુવતી પોલિટેકનિકમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરતી હતી. દરમ્યાન કોલેજ જતા-આવતા એસટીના બસ ડ્રાઈવર સાથે દોસ્તી થઈ. એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી યુવતી બસ ડ્રાઈવરની વાતમાં આવી ગઈ અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો. દરમ્યાન યુવતીને ગર્ભ રહી જતા એસટી ડ્રાઈવરને લગ્ન કરવા દબાણ કર્યું. લગ્ન કરવાની એસટી બસ ડ્રાઈવરે ના પાડી દેતા યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. અઠવા પોલીસે દુષ્કર્મની ફરિયાદ પર ST ડ્રાઇવરની ધરપકડ કરી

રાજ્યમાં બળત્કારના ગુનાઓ વધી ગયા છે. દરરોજ કોઈને કોઈ જગ્યાએથી બળત્કારનો બનાવ સામે આવતો હોય છે. દુઃખદ વાત એ છે કે નાની બાળકીઓ પર પણ દુષ્કર્મની ઘટનાઓ વધી છે. યુવતીઓ મોટાભાગે યુવાનોની વાતોની જાળમાં ફસાઈ જાય છે. આથી જ કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. સુરતમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી યુવતી વાસંદાના એસ.ટી ડ્રાઈવરના પ્રેમમાં પડી. કોલેજ આવતા-જતા યુવતીને એસ.ટી બસના 35 વર્ષીય ડ્રાઈવર મહેન્દ્ર જીવલુ ભોયા સાથે પરિચય થયો અને બંને મોબાઈલ નંબરોની આપ-લે કરી.

ત્યારબાદ બંને અઠવા લાઈન્સ ખાતે મળવા લાગ્યા. મુલાકાતો દરમ્યાન ડ્રાઈવર મહેન્દ્રએ યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો. અને જ્યારે યુવતીને આ સંબંધ થકી ગર્ભ રહ્યો ત્યારે એસ.ટી ડ્રાઈવરે લગ્નની ના પાડી. ત્યારે તેને જાણવા મળ્યું કે એસ.ટી ડ્રાઈવરની અન્ય યુવતીઓ સાથે પણ સંબંધો છે. એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી યુવતીને લાગ્યું કે પોતે મુરખ બની છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા

આ પણ વાંચો: પુલ નહીં તો મત નહિં સાથે વિરોધ, 2 વર્ષ પહેલા કાવેરી નદીનો પુલ ક્ષતિગ્રસ્ત થયો હતો

આ પણ વાંચો:ડાંગમાં એરગન સાથે પાંચ ઝડપાયા