Air Gun/ ડાંગમાં એરગન સાથે પાંચ ઝડપાયા

પોલીસે આરોપીઓ પાસેથી એરગનના 34 છરા કબજે કર્યા

Top Stories Gujarat
Beginners guide to 2024 04 11T151931.162 ડાંગમાં એરગન સાથે પાંચ ઝડપાયા

Gujarat News ; ડાંગના સાપુતારામાં પાંચ શખ્સોને પોલીસે એરગન સાથે ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી પોલીસે એરગનના 34 નંગ છરા પણ કબજે કર્યા હતા. આરોપીઓ તેનો ક્યાં ઉપયોગ કરવાના હતા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

હાલમાં લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને રાજ્યભરમાં પોલીસ એલર્ટ મોડ પર છે. તમામ જીલ્લાઓ અને શહેરોમાં પોલીસ બેરીકેડ સાથે સઘન વાહન ચેકીંગ કરી રહી છે. દરમિયાન ડાંગના સાપુતારામાં વાહન ચેકીંગની કામગીરી ચાલી રહી હતી.

વાહન ચેકીંગ દરમિયાન પોલીસે ડાંગના સાપુતારામાં એરગન સાથે પાંચ જણાને ઝડપી લઈને તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં આ પાંચેય આરોપીઓ મહારાષ્ટ્રના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેમની પાસેથી ર ગન ઉપરાંત એરગનના 34 નંગ છરા પણ કબજે કર્યા હતા. પોલીસે પાચંય આરોપીઓ પાસેથી 10.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આરોપીઓ શા માટે એર ગન લઈને જઈ રહ્યા હતા, તેમનો હેતુ શું હતો ઉપરાંચ તેમણે આ એરગનતી કોઈ ગુનો કર્યો છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોનગઢ નજીક ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, બાળકી સહિત ત્રણ લોકોના મોત

આ પણ વાંચોઃ Weather News/ગુજરાતમાં માવઠું, જાણો ક્યારે કમોસમી વરસાદ પડશે

આ પણ વાંચોઃ Board result/બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થાય તેવી સંભાવના

આ પણ વાંચોઃ Social Problem/સેશન્સ કોર્ટનો અનોખો આદેશઃ માતા બાળકોને ઓનલાઇન જ મળી શકશે