T-20 SERIES/ ભારતે વેસ્ટ ઇન્ડિઝને જીતવા માટે આપ્યો 189 રનનો ટાર્ગેટ

આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 7 વિકેટે 188 રન બનાવ્યા હતા. ટીમ માટે શ્રેયસ અય્યરે 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી

Top Stories Sports

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણીની  અંતિમ મેચ  આજે એટલે કે 7 ઓગસ્ટે ફોર્ટ લોડરહિલ, યુએસએ, ફ્લોરિડા ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 7 વિકેટે 188 રન બનાવ્યા હતા. ટીમ માટે શ્રેયસ અય્યરે 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના સિવાય દીપક હુડા 38, સંજુ સેમસને 15, દિનેશ કાર્તિક 12, ઈશાન કિશન 11 અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ 28 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ઓડિન સ્મિથે ત્રણ અને જેસન હોલ્ડર, ડોમિનિક ડ્રેક્સ અને હેડન વોલ્શે એક-એક વિકેટ લીધી હતી.

વિન્ડીઝ તરફથી પ્રથમ જ ઓવરમાં અક્ષર પટેલે જેસન હોલ્ડરને શૂન્ય રને બોલ્ડ કર્યો હતો. આ પછી બ્રુક્સ (13)એ કેટલાક શોટ લગાવ્યા પરંતુ તે પણ એક્સરના બોલ પર કાર્તિકના હાથે સ્ટમ્પ થઈ ગયો. વિકેટ કીપર બેટ્સમેન ડ્વોન થોમસે 11 બોલમાં 10 રન બનાવ્યા હતા. તેને પણ અક્ષર પટેલે બોલ્ડ કર્યો હતો.