પરીક્ષણ/ ISROનું સૌથી નાનું રોકેટ SSLV લોન્ચ નિષ્ફળ, ઉપગ્રહ સુધી પહોંચી શક્યો નહીં

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ ડૉ. એસ. સોમનાથે રવિવારે કહ્યું હતું કે દેશનું પ્રથમ નેક્સ્ટ જનરેશન સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV-D1)નું મિશન નિષ્ફળ ગયું છે

Top Stories India

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ ડૉ. એસ. સોમનાથે રવિવારે કહ્યું હતું કે દેશનું પ્રથમ નેક્સ્ટ જનરેશન સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV-D1)નું મિશન નિષ્ફળ ગયું છે. ડૉ.સોમનાથે કહ્યું કે આ પ્રક્ષેપણ વાહનની મદદથી લોન્ચ કરાયેલા EOS-02 અને આઝાદીસેટ બંને ઉપગ્રહો ખોટી ભ્રમણકક્ષામાં મૂકાયા બાદ નીચે પડી ગયા હતા અને હવે તેનો કોઈ ફાયદો નથી.

ત્રણેય તબક્કાઓમાં અદભૂત ઉડાન અને સામાન્ય કામગીરી બાદ SSLV-D1 ઉપગ્રહોને યોગ્ય ભ્રમણકક્ષામાં મૂકી શક્યું નથી અને હવે આ ઉપગ્રહો કોઈ કામના નથી. આ અભિયાનની નિષ્ફળતાનું કારણ શોધી કાઢવામાં આવ્યું છે. હવે તેના ઉકેલ માટે કાર્યવાહી કરવામાં આવશે. સોમનાથે જણાવ્યું હતું કે ઉપગ્રહોને લંબગોળ ભ્રમણકક્ષાને બદલે પૃથ્વીની સપાટીની નજીક ગોળાકાર ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા છે.

જ્યારે ઉપગ્રહોને આવી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવે છે, ત્યારે તેઓ ત્યાં લાંબા સમય સુધી રહેશે નહીં અને નીચે આવી જશે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં નિષ્ણાતોનું એક જૂથ તેની નિષ્ફળતાના કારણો શોધી કાઢશે.ઇસરો ટૂંક સમયમાં જ નાના સુધારા કર્યા બાદ SSLV-D2 લોન્ચ કરશે.